1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (15:50 IST)

હાથ-પગ વગરના વ્યક્તિનો વીડિયો જોઈને દંગ રહી ગયા આનંદ મહિન્દ્રા, આપી નોકરીની ઓફર

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા દિલ્હીના એક એવા વ્યક્તિનો વીડિયો જોઈને અચંબામા રહી ગયા, જેમણે પોતાની દિવ્યાંગતાને સમસ્યા ન બનવા દીધી. ત્યારબાદ તેમણે મહરૌલી વિસ્તારમાં આ વ્યક્તિએ પોતાની કંપનીમાં નોકરીની ઓફર મોકલી આપી છે. 

 
ચાર હાથ-પગથી દિવ્યાંગ હોવા છતા આ વ્યક્તિએ એક વીડિયોમાં અત્યાધુનિક રિક્ષા ચલાવતો જોઈ શકાય છે. તેમનો આ વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એ વ્યક્તિને એક રસ્તે જતા મુસાફરનો જવાબ આપતા જોવા મળ્યો. તે પોતાના વાહન વિશે બતાવી રહ્યો છે કે આ સ્કુટીનુ એંજિન  છે (તેમા એક સ્કુટીનુ એંજિન છે) વીડિયોને ફિલ્માવનારા વ્યક્તિને એક રાહગીરના સવાલોના જવાબ આપતા જોવા મળ્યો. તે પોતાના વાહન વિ9શે બતાવી રહ્યો છે. 'આ સ્કુટીનુ એંજિન છે (તેમા એક સ્કુટીનુ એંજિન છે) વીડિયોને ફિલ્માવનારા વ્યક્તિના અનુરોધ પર એ વ્યક્તિએએ એ પણ બતાવ્યુ કે કેવી રીતે તે કોઈ અંગ વગર વાહનને આમ તેમ કરવામાં સક્ષમ છે. 
 
અનામ દિવ્યાંગ કહી રહ્યો છે કે મારી એક પત્ની, બે બાળકો અને વૃદ્ધ પિતા છે, તેથી હુ કમાવવા માટે બહાર જઉ છુ. તેણે ચોખવટ કરી કે તે પાંચ વર્ષથી પોતાનુ વાહન ચલાવી રહ્યો છે. તેણે ફિલ્માવનારા લોકો વચ્ચે તેના વખાણ થતા એ બસ એક સ્માઈલ આપીને ભગવાનનો આભાર માને છે. 
 
આનંદ મહિન્દ્રાએ જૉબ ઓફર કરી 
 
આનંદ મહિન્દ્રાએ આ વ્યક્તિનો વીડિયો શેયર કરતા લખ્યુ કે આજે હુ મારી ટાઈમલાઈન પર જે વીડિયો શેયર કરી રહ્યો છુ એ ખબર નહી કેટલો જુનો છે. કે ક્યાનો છે. પણ હુ આ સજ્જને જોઈને હેરાન છુ. જેણે પોતાની અક્ષમતાઓનો સામનો કરવા સાથે તેની પાસે જે છે તેની મદદથી કામ કરી રહ્યો છે. ત્યારબાદ આનંદે પોતાના સહયોગી રામ અને મહિન્દ્રા લોજિસ્ટિક્સને ટૈગ કરતા પુછ્યુ - "રામ શુ આ સજ્જનને લાસ્ટ માઈલ ડિલીવરી માટે બિઝનેસ એસોસિએટ બનાવી શકાય છે ? ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં મહિન્દ્રા લોજિસ્ટિક્સે 6 શહેરોમાં ઈલેક્ટ્રિક લાસ્ટ-માઈલ ડિલીવરી સર્વિસ શરૂ કરી છે.