બુધવાર, 28 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 22 જાન્યુઆરી 2026 (16:50 IST)

ઘડિયાળ છે કે મ્યુઝિયમ ? Anant Ambani ની ‘Vantara’ ઈંસ્પાયર્ડ ઘડિયાળ એ ઉડાવ્યા હોશ, Jacob & Co એ બતાવી અનોખી કલા

Anant Ambani Watch
Anant Ambani Watch
Anant Ambani Customized Luxury Watch: અનંત અંબાણી (Anant Ambani)  એ એકવાર ફરી સાબિત કરી દીધુ છે કે તેના માટે લકઝરી ફક્ત એક કિમંત નથી પરંતુ એક કલા છે. જાણીતી લકઝરી બ્રાંડ Jacob & Co એ અનંત માટે એક કસ્ટમાઈજ્ડ ઘડિયાળ  તૈયાર કરી છે, જે તેમન ડ્રીમ પ્રોજેક્ટ 'વંતારા' થી પ્રેરિત છે. આ ઘડિયાળની અંદર હાથથી પેંટ કરવામાં આવેલ વાઘ અને સિંહ પણ જોવા મળે છે.  જે ગુજરાતના વાઈલ્ડલાઈફ કંજર્વેશન દર્શાવે છે,  તેને બનાવવામાં લગભગ 400 કિમતી રત્નોનો ઉપગ્યો કરવામાં આવ્યો છે. જેમા લીલા રંગના ગારનેટ, નીલમ અને હીરાનો સમાવેશ છે. આ ઘડિયાળ ફક્ત સમય નથી બતાવતી પણ આ તેમના જુનૂન અને વિરાસતની સ્ટોરી છે. 21 જાન્યુઆરી 2026 ના રોજ લોંચ થયેલી આ ઘડિયાળને 
'ઓપેરા વંતારા ગ્રીન કેમો' નામ આપવામાં આવ્યું.
 

ઘડિયાળની કિમંત અને તેની ભવ્યતા ઉડાવી દેશે હોશ  

 
3D છબિ વાળી ઘડિયાળને સફેદ સોનામાંથી બનાવવામાં આવી છે. તેના ડાયલ કેન્દ્રમાં અનંત અંબાણીની પ્રતિમા દેખાય છે. તેમની બંને બાજુ સિંહ અને બંગાળના વાઘની નાની મૂર્તિઓ રહેલી છે.  
 
લગભગ 21.98 કેરેટના કુલ વજન વાળી આ ઘડિયાળમાં કુલ 21.98 કેરેટના 397 હીરા જડ્યા છે. લગભગ 400 કિમંતી પત્થરોની જટિલ સેટિંગ તેને આકર્ષિત બનાવી રહી છે. આ શાનદાર ઘડિયાળની કિમંત 12.5 કરોડ રૂપિયા બતાવાય રહી છે.  
 

અહી જુઓ ઘડિયાળની એક ઝલક