શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (11:30 IST)

11 વર્ષ પછી અંબાણી ભાઈઓ સાથે મળીને કામ કરશે

અનિલ અંબાણીની કંપની રિલાયંસ કમ્યુનિકેશંસ(આરકોમ) અને મુકેશ અંબાણીની રિલાયંસ જિયો હવે એક સાથે કામ કરશે. ધીરુભાઈ અંબાણીના નિધન પછી થયેલ ભાગલાના 11 વર્ષ પછી આ પ્રથમ તક છે કે બંને ભાઈ સાથે સાથે કામ કરશે. બન્નેયે  2005માં પોતાના બિઝનેસને જુદો જુદો કરી લીધો હતો. હવે બંને કંપનીઓની વચ્ચે ઈંફ્રાસ્ટ્રક્ચર શેયર કરવાને લઈને વર્ચુઅલ મર્જર એગ્રીમેંટ થયો છે. તેમા મોબાઈલ ટાવર, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક, આરકોમના સ્પૈક્ટ્રમ અને જિયો ની 4જી એલ.ટી.ઈ અને ઈલેક્ટ્રોનિક્સ સર્વિસનો સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે રિલાયંસ જિયોએ 4જી સર્વિસેજને આ મહિનના 6 સપ્ટેમ્બરના રોજ લોંચ કર્યો છે. 
 
અનિલ અંબાણીએ વધુ શુ કહ્યુ 
 
રિલાયંસ ગ્રુપની મુંબઈમાં થોડા દિવસ પહેલા થયેલ એનુઅલ જનરલ મીટિંગમાં અનિલ અંબાણીએ જિયો સાથે વર્ચુઅલ મર્જરનુ એલાન કર્યુ. તેમણે શેયર હોલ્ડર્સને જણાવ્યુ, "આરકોમ અને જિયોએ સ્પૈક્ટ્રમની ટ્રેડિંગ અને શેયરિંગ માટે સમજૂતી કરી છે. જેના હેઠળ બંને વચ્ચે ટાવર અને ફાયબર શેયરિંગના એગ્રીમૈંટ્સ પણ સાઈન થયા છે. 
 
બંને ભાઈઓને શુ થશે ફાયદો 
 
સ્પૈક્ટ્રમ શેયર કરવાથી જિયો અને આરકોમનો ખર્ચ ઓછો થશે જ્યારે કે કમ્પીટિશનમાં રહેતા બંને કંપનીઓને ભારે ભરકમ ખર્ચ કરવો પડશે.  અનિલ અંબાણીએ કહ્યુ, "કંપનીને 2જી, 3જી અને 4જી માટે ગુડ ક્વાલિટીના સ્પૈક્ટ્રમની જરૂર છે. જેને આ મર્જરથી પૂરૂ કરી શકાશે."  
 
એક દસકા પહેલા અંબાણી ભાઈઓ વચ્ચે બિઝનેસના ભાગલા થયા હતા 
 
અંબાણી ભાઈઓમાં 18 જૂન 2005ના રોજ બિઝનેસને લઈને ભાગલા પડ્યા હતા. આ દેશનો શક્યત: સૌથી હાઈ પ્રોફાઈલ ફેમિલી ભાગલા હતા. આ ભાગલા પછી બંને ભાઈઓ વચ્ચે નિકટતા કાયમ રહી પણ તેમના બિઝનેસ જુદા જુદા રહ્યા.  આ ભાગલામાં ટેલીકોમ, પાવર અને ફાઈનેંશિયલ બિઝનેસ અનિલ અંબાનીને મળ્યો. તો બીજી બાજુ ઓયલ અને પેટ્રોકૈમીકલ્સનો બિઝનેસ મુકેશ અંબાણી પાસે રહ્યો.