શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (12:43 IST)

પેટ્રોલ પંપ પર Cashless Payment કરો અને ડિસ્કાઉંટ મેળવો, જાણો ક્યા કેટલો ફાયદો મળશે

પેટ્રોલ પંપ પર ડિઝિટલ ડિસ્કાઉંટ શરૂ થઈ ચુક્યુ છે. બસ તમારુ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પંપ પર સ્વાઈપ કરો અને સરકાર છૂટનો ફાયદો ઉઠાવો. અડધી રાતથી જ કાર્ડ દ્વારા પેટ્રોલ ડીઝલ ખરીદવા પર 0.75 ટકાની છૂટ મળવી શરૂ થઈ ગઈ છે. 
 
પેટ્રોલ પંપ કાર્ડ પેમેંટથી કયા શહેરમાં કેટલો ફાયદો મળી રહ્યો છે એ પણ સમજી લો. 
 
દિલ્હીમાં 49 પૈસા પ્રતિ લીટર, મુંબઈમાં 55 પૈસા પ્રતિ લીટર, કલકત્તામાં 52 પૈસા પ્રતિ લીટર, ચેન્નઈમાં 49 પૈસા પ્રતિ લીટર 
 
આ જ રીતે ડીઝલ પર. 
 
દિલ્હીમાં 41 પૈસા પ્રતિ લીટર, મુંબઈમાં 45 પૈસા પ્રતિ લીટર, કલકત્તામાં 41 પૈસા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 42 પૈસા પ્રતિ લીટરની છૂટૃ મળવી શરૂ થઈ ગઈ છે. માની લો કે જો તમે દિલ્હીમાં રહો છો અને જો તમને 30 લીટર કારની ટાંકી ફૂલ કરવાની છે તો કેટલી બચત થાય એ પણ સમજી લો. 
 
કારની 30 લીટરની ટાંકી જો તમે ફુલ કરાવો છો તો હાલ 66 રૂપિયા 10 પૈસા પ્રતિ લીટરના હિસાબથી આ 1983 રૂપિયામાં ભરાય છે. પણ હવે કાર્ડ પેમેંટ પછી તમને 49 પૈસા પ્રતિ લીટરની છૂટ મળશે. જેનાથી આખી ટાંકી 1968 રૂપિયામાં ભરાશે અને તમને 15 રૂપિયાની છૂટ મળશે. 
 
હવે જો તમે 100 કે બસો રૂપિયાના હિસાબથી કાર્ડથી પેટ્રોલ ભરાવો છો તો તેનો પણ હિસાબ સમજી લો. 
 
100 રૂપિયાનું પેટ્રોલ ભરાવતા તમે બચાવશો લગભગ 75 પૈસા. 200 રૂપિયાનુ પેટ્રોલ ભરાવતા તમારી બચત થશે દોઢ રૂપિયો. 300 રૂપિયાનું પેટ્રોલ ભરાવતા તમે બચાવશો 2.25 પૈસા
 
પેટ્રોલ ડીઝલ પર મળનારા ડિસ્કાઉંટ કસ્ટમર્સના એકાઉંટમાં કેશ બૈક દ્વારા ત્રણ દિવસની અંદર ટ્રાંસફર કરવામાં આવશે. કાર્ડ પેમેંટ પર આ છૂટ હાલ સરકારી તેલ કંપનીઓ ઈંડિયન ઑયલ, એચપી અને બીપીસીએલના જ પેટ્રોલ પંપ પર મળી રહી છે.