રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવીદિલ્હી. , શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (17:52 IST)

પારલે પછી હવે Britannia પર મંદીની માર, મોંઘા થશે બિસ્કિટના ભાવ

દેશની મોટી બિસ્કિટ કંપની બ્રિટાનિયા મંદીને કારણે બિસ્કિટના ભાવ વધારી રહી છે. ગુરૂવારે કંપનીએ સત્તાવાર નિવેદન રજુ કરીને બતાવ્યુ કે આર્થિક મંદીને કારણે કંપનીના ઉત્પાદોનુ વેચાણ ઘટ્યુ છે. જેને કારણે કંપની ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં આંશિક રૂપથી પોતાના ઉત્પાદોના ભાવ વધારવાની યોજના બનાવી રહી છે.  મંદીની અસર એફએમસીજી સેક્ટરની નએક કંપનીઓ પર થઈ રહી છે.  
 
પારલે 10 હજાર કંર્મચારીઓને કરશે બહાર 
 
આ પહેલા બુધવારે દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની નિર્માતા પાર્લે પ્રોડક્ટ્સનુ કહેવુ હતુ કે તે 10 હજાર કર્મચારીઓને બહાર કરી શકે છે. કંપનીએ ચિંતા બતાવતા કહ્યુ હતુ કે પાંચ 
 
રૂપિયાના બિસ્કિટના પૈકને પણ ગ્રાહક નથી મળી રહ્યો.  ખાસ કરીને ત્યારે જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં પાંચ રૂપિયાનુ પૈક ખૂબ પોપુલર છે. 
 
છેલ્લા કેટલાક મહિનાથી ઘટાડો 
 
કંપનીના માર્કેટિઓંગ હેડ વિનય સુબ્રમણ્યમે કહ્યુ કે અમે છેલ્લા પાંચ છ મહિનાથી નરમી જોઈ રહ્યા છીએ.  અગામી પાંચ છ મહિના પણ સહેલા નથી.  ઉદ્યોગ જગતમાં સકારાત્મકતા નથી. 
 
વિનયે જણાવ્યુ કે મૂલ્યના સંદર્ભમાં વેચાણ અડધુ રહી ગયુ છે.   કંપની સ્થિતિ પર નજર રાખી રહી છે અને માનસૂનનો સકારાત્મક અસર હોવાની આશા કરી રહી છે. તેમણે કહ્યુ કે ઉત્પાદોના ભાવ વધારવાની સાથે જ કંપની ખર્ચમાં કરવ પર પણ વિચાર કરી રહી છે.