શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 3 માર્ચ 2021 (13:41 IST)

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭૨૩૨ કરોડની જોગવાઈ

વાવણી થી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે  
 
નીતિનભાઈ પટેલે કહ્યુ કે  ખેડૂત ભાઇઓને હું મારા દિલથી અભિનંદન પણ આપવા માંગુ છું કે તેઓએ કોરોના આ કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ છે. 
 
- રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ 
- ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ 
- બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ
- એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ. 
- ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ.  
- ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ 
- ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.
- રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.
- ખેડૂતોને 32 હજાર કરોડની સહાય દ્વારા પ્રોત્સાહન અપાશે
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ.6599 કરોડની જોગવાઇ
- મહાનગરોમાં જેવિક ખેતીનાં ઉત્પાદનો વેચાશે
- ગૌધનના ઘાસચારા માટે 25 કરોડની ફાળવણી
- ગૌશાળા, પાંજરાપોળ, ગૌચર માટે પણ બજેટની ફાળવણી
- ફરતા પશુ દવાખાનાની યોજના અમલમાં મુકાઈ છે
- 50 હજાર ખરાબાની જમીન પર બાગાયતી પાક ઉગાડાશે
- બિનફળદ્રુપ જમીનમાં ઔષધિય પાક લેવાશે
- બિનઉપજાઉ સરકારી જમીનમાં બાગાયતી પાક લેવાશે
- બાગાયતી ખેતી માટે 442 કરોડની જોગવાઈ
- મોબાઈલ ક્રોપ ક્લિનીક માટે 2 કરોડનું બજેટ