શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (10:38 IST)

નવા કૃષિ કાયદા પર મોદી સરકારને મળ્યો અમેરિકાનો સાથ, કહ્યુ - તેનાથી ભારતનો બજાર સુધરશે

ભારતમાં ખેડૂત કાયદા પર માર્ગથી લઈને સંસદ સુધી સંગ્રામ ચાલુ છે.  ખેડૂત સંગઠન ભલે મોદી સરકારને ઘેરી રહ્યા હોય પણ અમેરિકાએ આનુ સમર્થન કર્યુ છે. અમેરિકાએ બુધવારે (સ્થાનિક સમય) ને ભારતના નવા ખેતી કાયદાનુ સમર્થન કર્યુ અને કહ્યુ કે તે મોદી સરકારે આ પગલાનુ સ્વાગત કર્યુ છે. તેનાથી ભારતના બજારોનો પ્રભાવ વધશે. અમેરિકાએ કહ્યુ કે આ પગલાનુ સ્વાગત કરીએ છીએ.  જે ભારતીય બજારોની દક્ષતામાં સુધાર કરશે અને ખાનગી ક્ષેત્રના વધુ રોકાણને આકર્ષિત કરશે. 
 
ભારતમાં ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપતા યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન માને છે કે શાંતિપૂર્ણ વિરોધ એ કોઈ પણ સમૃધ્ધ લોકશાહીની ઓળખ છે. તેમાં એમ પણ જણાવ્યું હતું કે પક્ષકારો વચ્ચેના મતભેદોને વાતચીત દ્વારા સમાધાન કરવું જોઈએ
 
પ્રવક્તાએ કહ્યું, "અમારું માનવું છે કે શાંતિપૂર્ણ વિરોધ કોઈપણ સમૃધ્ધ લોકશાહીની વિશેષતા છે અને અહીં નોંધનીય છે કે ભારતની સુપ્રીમ કોર્ટે પણ આવું જ કહ્યું છે." પ્રવક્તાએ કહ્યું કે અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે પક્ષકારો વચ્ચેના કોઈપણ મતભેદોને વાતચીત દ્વારા સમાધાન કરવામાં આવશે. સામાન્ય રીતે, યુ.એસ. ભારતીય બજારોની કાર્યક્ષમતામાં સુધારો લાવવા અને મોટા પાયે ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષવા માટે લેવામાં આવેલા પગલાઓને આવકારે છે.
 
 
ઉલ્લેખનીય છે કે  26 નવેમ્બરથી ખેડૂતો દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. તે જ સમયે, 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીમાં હિંસા થઈ હતી, ત્યારબાદ ઘણી જગ્યાએ ઇન્ટરનેટ સેવા ખોરવાઈ હતી. તમને  જણાવી દઈએ કે કૃષિ કાયદા અંગેના કરાર અંગે ખેડૂત અને સરકાર વચ્ચે 11 માં રાઉન્ડની વાતચીત થઈ છે, પરંતુ તે તમામ નિરર્થક છે. 22 જાન્યુઆરીએ વિરોધ કરી રહેલા ખેડૂતો સાથેના 11 મા રાઉન્ડની વાતચીત દરમિયાન સરકારે નવા કાયદાને દોઢ વર્ષ માટે સ્થગિત કરવાની દરખાસ્ત કરી હતી અને કાયદા અંગે ચર્ચા કરવા સંયુક્ત સમિતિની પણ રચના કરી હતી. પરંતુ હજુ પણ ખેડૂતો સહમત થયા ન હતા.