ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 6 ડિસેમ્બર 2023 (15:57 IST)

ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કારણે ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો કઈ ટ્રેન ક્યારે દોડશે

train
દક્ષિણ પૂર્વ રેલવેના નાગપુર ડિવિઝનમાં સ્થિત રાજ નંદગાંવ-કલમના સેક્શનમાં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-શાલીમાર અને શાલીમાર-ઓખા એક્સપ્રેસ ટ્રેનની એક-એક ટ્રીપ રદ કરવામાં આવી છે. 10મી ડિસેમ્બર, 2023ના રોજ ઓખાથી ચાલતી ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ અને 12મી ડિસેમ્બર, 2023ના રોજ શાલીમારથી ચાલતી ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલા સિકંદરાબાદ અને વિજયવાડા ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 6 અને 13 ડિસેમ્બર, 2023ના રોજ ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 10 અને 17મી ડિસેમ્બર, 2023ના રોજ પુરીથી ઊપડતી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિજયનગરમ, રાયગઢ, ટિટિલાગઢ, રાયપુર અને નાગપુર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનાકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.