ચીન ટ્રમ્પની 50% વધુ ટેરિફની ધમકીથી ડર્યો નથી, શૅરબજારો ઉપર ખૂલ્યાં
સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધુ ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી. જોકે, સવારે જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં થોડી રાહત જોવા મળી હતી.
સોમવારે આ બંને દેશોના સ્ટોક એક્સચેન્જ ભારે નુકસાન સાથે બંધ રહ્યા હતા.
ટ્રમ્પે કહ્યું હતું કે જો ચીન અમેરિકા પર લાદવામાં આવેલ 34 ટકા વળતી ટેરિફ પાછું નહીં ખેંચે તો તેઓ મંગળવારે ચીન પર વધુ ટેરિફની જાહેરાત કરશે.
મંગળવારે, જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ સોમવારની તુલનામાં વધુ હતો. લગભગ 2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ સાથે ઓસ્ટ્રેલિયાનું બજાર પણ સાધારણ વધારા સાથે ખુલ્યું છે.