ડેબિટ કાર્ડથી લેવડ-દેવડ થશે સસ્તી

Last Modified શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (11:36 IST)
જો ભારતીય રિઝર્વે બેંકની વાત માનવામાં આવી તો
1 એપ્રિલથી ડેબિટ કાર્ડથી ચુકવણી કરવી વધુ સસ્તી થઈ જશે. આરબીઆઈ ડેબિટ કાર્ડથી કરવામાં આવેલ ચુકવણી પર એમડીઆર ફીમાં 1 એપ્રિલથી ભારે કપાતનો પ્રસ્તાવ કર્યો છે. તેનો ઉદ્દેશ્ય દુકાનદારો ખાસ કરીને નાના દુકાનદારોમાં ડિઝિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવાનુ છે.

એનડીટીવીના મુજબ આરબીઆઈએ 20 લાખ રૂપિયા વાર્ષિક વેપારવાળા નાના વેપારીઓ અને વીમા, મ્યુચુઅલ ફંડ, શિક્ષા સંસ્થાન અને સરકારી હોસ્પિટલ જેવા વિશેષ શ્રેણીના મર્ચંટ માટે એમડીઆર ફી 0.40 ટકા રાખવાનો પ્રસ્તાવ કર્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ ડેબિટ કાર્ડ લેવદ-દેવડ માટે એમડીઆરને યુક્તિસંગત બનાવવા વિશે મસૌદા પરિપત્ર રજુ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી વગેરે પર મર્ચંટ ડિસ્કાઉંટ રેટ (એમડીઆર)ચાર્જ લગાવવામાં આવે છે.

વર્તમન સમય 2000 રૂપિયા સુધીની લેવડદેવડ પર વધુમાં વધુ 0.75 ટકા એમડીઆર લાગે છે. જ્યારે કે 2000 રૂપિયાથી ઉપરની રકમ પર આ દર 1 ટકા છે. નોટબંધી પછી રિઝર્વ બેંકે આ ફીમાં 31 માર્ચ સુધીની કપાત કરી હતી.

રિઝર્વ બેંકે એ પણ પ્રસ્તાવ મુક્યો છે કે વ્યવસાયોને
સુવિદ્યા કે સેવા ફીની ચુકવણી ગ્રાહકને નહી કરવી પડે"ની સૂચના પટ્ટી લગાવવી પડશે.
રિઝર્વ બેંકે એમડીઆર ફી ના હિસાબથી વેપારીઓએન ચાર શ્રેણીયોમાં વહેંચવાનો પ્રસ્તાવ કર્યો છે.


આ પણ વાંચો :