મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (11:19 IST)

આજે 500 અને 1000ની જૂની નોટો જમા કરવાનો અંતિમ દિવસ

આવતીકાલથી દેશમાં 500 અને 1000ની નોટ બેંકોમાં બદલાઇ નહી શકાય. આજે આ બંને નોટો જમા કરાવવાનો અંતિમ દિવસ છે. મોટાભાગના લોકોએ પોતાની નોટો જમા કરાવી દીધી છે તેથી આજે છેલ્લા દિવસે કયાં મોટી ભીડ જોવા મળી નથી. આવતીકાલથી લોકોની હાડમારી ઘટશે કે કેમ એ લઇને ભારે ઉત્સુકતા છે.
 
પીએમ મોદીએ નોટબંધીની મુશ્કેલીને દૂર કરવા માટે આજ સુધીનો સમય માગ્યો હતો. બેકં અને એટીએમની લાઈનમાં ઘટાડો જરૂર આવ્યો છે પરંતુ રોકડનો કકળાટ હજુ યથાવત જ છે. બેંક અને એટીએમમમાંથી ઉપાડની મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં સ્થિતિ જોતા લાગતું નથી કે આવનારા દિવસોમાં બધુ સામાન્ય થઈ જશે. જ્યારે 1 જાન્યુઆરીથી પગાર મળવાનો શરૂ થઈ જશે એવામાં રોકડ ઉપાડવમાં મુશ્કેલી થઈ શકે છે.
 
આજે મુદત પુરી થયા બાદ જુની નોટ ફોર્મ નં.5 સાથે માત્ર રિઝર્વ બેંકના કાઉન્ટર ઉપર 31મી માર્ચ સુધી જમા કરાવી શકાશે. જો કે તમારે એ જણાવવુ પડશે કે નક્કી થયેલી સીમાની અંદર કેમ જમા નથી કરાવ્યા અને આ નાણા કયાંથી આવ્યા છે. જુની નોટ રાખનારાઓ માટે મોદી સરકારનો વટહુકમ મુશ્કેલી ઉભી કરશે. જો કોઇ પાસે 10000થી વધુ 500 અને1000ની જુની નોટ મળશે તો   રૂ. 10,000નો દંડ થશે. રિઝર્વ બેંકમાં નોટ બદલવા માટે ફોર્મ નં.5ની સાથે એક ઓળખપત્ર અને નોટોની માહિતી આપવી પડશે. જો કે કેટલી નોટ કેટલી વખતે બદલાવી શકાશે એ અંગે હજુ કોઇ જાહેરાત થઇ નથી.
 
સરકારનો દાવો છે કે હવે સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે અને જે ફિડબેક મળ્યા છે તે અનુસાર કયાંય પણ ખાસ વ્યવસ્થા કરવાની જ  જરૂર ઉભી થઇ નથી. સ્ટેટ બેંકનુ કહેવુ છે કે, લાઇનો દિવસે-દિવસે ઘટી ગઇ છે છતાં જો કોઇ વધુ પ્રમાણમાં લોકો આવશે તો ખાસ કાઉન્ટર ઉભા કરાશે. નાણા મંત્રાલયનું કહેવુ છે કે, 90 ટકા નોટ જમા થઇ ચુકી છે જે નોટ જમા થઇ નથી તે કદાચ સિસ્ટમમાં પાછી નહી આવે. 

નહી થાય જેલ, આપવો પડશે દંડ 
 
હવે જૂની નોટ રાખવા પર જેલ નહી ફક્ત દંડ થશે. નોટબંધી પર રાષ્ટ્રપતિને મોકલેલ અધ્યાદેશમાં કહેવામાં આવ્યુ છે કે આજ પછી 500 અને 1000 રૂપિયાના 10 જૂના નોટ જ રાખી શકશો. 
 
સોગંધનામુ આપીને જમા કરાવવા પડશે જૂના નોટ 
 
નક્કી સીમાથી વધુ નોટ મળશે તો 10 હજાર રૂપિયા કે પછી જપ્ત કરેલ નોટની કિમંતથી પાંચ ગણો જેટલો દંડ આપવો પડશે.  આવતીકાલથી દરેક વ્યક્તિ રિઝર્વ બેંકમાં 500 અને 1000ના જૂના નોટ જમા નહી કરાવી શકે.. એ વ્યક્તિ જે 9 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી દેશની બહાર રહ્યો હોય તેને રિઝર્વ બેંકમાં સોગંધનામુ આપીને જૂના નોટ જમા કરાવવાની સુવિદ્યા મળશે.