1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 8 માર્ચ 2022 (18:55 IST)

27 માર્ચથી ફરી એક વાર ફ્લાઈટ્સ સેવાઓની શરુઆત

DGCA order on international flights: વિદેશ પ્રવાસ કરનારાઓ માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે 27 માર્ચ 2022થી ફરી એક વાર નિયમિત રીતે નિર્ધારિત કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓની શરુઆત કરવામાં આવશે, જે હેઠળ દેશની ફ્લાઈટ્સ અન્ય રાષ્ટોમાં જઈ શકશે અને અન્ય રાષ્ટ્રોની ફ્લાઈટ્સ ઈન્ડિયામાં આવી શકશે. શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સસ્પેન્શન સમાપ્ત થવા જઇ રહ્યું છે. એવિએશન રેગ્યુલેટરી ડીજીસીએએ જણાવ્યું કે, ભારતમાં આવતી અને જતી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓ 27 માર્ચથી ફરી શરૂ થશે. આ માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. આ પહેલા 19 જાન્યુઆરીએ આ ફ્લાઈટ્સનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું હતું.
 
નોંધનીય છે કે, દેશમાં કોરોનાને કારણે શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સને 23 માર્ચ, 2020ના રોજ સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ પછી જુલાઈ 2020થી ભારત અને લગભગ 45 દેશોની વચ્ચે એર બબલ વ્યવસ્થા હેઠળ વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે 
 
ભારત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બહેરીન, બાંગ્લાદેશ, ભૂતાન, કેનેડા, ઇથોપિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇરાક, જાપાન, કઝાકિસ્તાન, કેન્યા, કુવૈત, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, કતાર, રશિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, સ્વિટ્ઝર્લેન્ડ, તાન્ઝાનિયા, યુક્રેન, યુનાઇટેડ આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ કિંગડમ અને ઉઝબેકિસ્તાન સાથે હવાઈ પરિવહન ધરાવે છે.ભારત સરકારે અગાઉ 15 ડિસેમ્બરથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવાની યોજના બનાવી હતી. પરંતુ ઓમિક્રોનના કારણે આ યોજના રદ કરવામાં આવી હતી જેના કારણે સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો