શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 25 નવેમ્બર 2021 (12:24 IST)

અમદાવાદ RTO.માં મોટરસાયકલની નવી સિરિઝ માટે ઇ ઓકશન શરૂ થશે, ગોલ્ડન નંબર માટે ચૂકવવી પડશે આટલી કિંમત

આર.ટી.ઓ. અમદાવાદ દ્વારા લાગતા વળગતા તમામ વાહનોના માલિકોને જણાવવામાં આવે છે કે,અત્રેની કચેરીમાં  મોટર સાયકલમાં નંબરોને લગતી હાલની સિરીઝ GJ01- VP ટુંક સમયમાં પૂરી થનાર હોવાથી નવી સિરીઝ GJ01- VQ માટે ગોલ્ડ્ન- સિલ્વર નંબરોનું ઇ ઓક્સન શરૂ કરવામાં કરવામાં આવશે. ટૂ અને થ્રી વ્હીલરના ગોલ્ડન નંબર મેળવવા માટે રૂ. ૮૦૦૦ અને સિલ્વર નંબરો માટે ૩૫૦૦ અને અન્ય નંબરો માટે ૨૦૦૦ નો દર નક્કી કરવામાં આવ્યા છે.  
 
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા. ૦૩/૧૨/૨૦૨૧ સુધી ઓનલાઇન નંબર રજિસ્ટ્રેશન કરાવવાનો રહેશે. ઇ ઓક્સન તા. ૦૪/૧૨/૨૦૨૧ થી શરૂ થઈને ૦૫/૧૨/૨૦૨૧ સુધી બંધ થશે 
વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancy પર રજિસ્ટ્રેશન કરી ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે. 
 
પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇન્વોઇસની તારીખ અથવા વીમાની તારીખે એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી સાત દિવસની અંદર રજૂ કરવાની રહેશે. અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી તે અમલી ગણાશે.  આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી પોતાની પસંદગીનો કોઈપણ નંબર નહીં મેળવે અથવા ઉપલ્બ્ધ નંબરમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. 
 
તો અરજી તારીખથી ગણતા  ૬૦ માં  દિવસે એટલે કે છેલ્લા દિવસે  રજીસ્ટ્રીંગ ઓથોરીટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર પાડવામાં આવશે.  જેની સામે કોઈપણ અરજદાર કોઈ વાંધો લઇ શકશે નહીં અને પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં બીડ એમાઉન્ટમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.