મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (19:11 IST)

કમાણી છે સોનેરી તક, પેટીએમના આઈપીઓનું કદ વધારીને રૂ.18 હજાર કરોડ કરાયું

પેટીએમ પેમેન્ટ સર્વિસ ચલાવતી વન97 કોમ્યુનિકેશન લિમિટેડની ઈનિશ્યલ પબ્લિક ઓફર (આઈપીઓ) નું ભરણું તા.8 નવેમ્બરે ખૂલી રહ્યું છે અને તે 10 નવેમ્બરના રોજ બંધ થશે. કંપની આ આઈપીઓને શેરબજારોમાં તા.18 નવેમ્બરના રોજ એક્સચેન્જમાં નોંધણી કરાવવાનું આયોજન ધરાવે છે. કંપનીએ તેના આઈપીઓનું કદ રૂ.16,600 કરોડથી વધારીને રૂ.18,300 કરોડ કર્યું છે. આ ભરણામાં કંપનીના રૂ.8300 કરોડના નવા ઈસ્યુ અને રૂ.10,000 કરોડની શેરના વેચાણની ઓફર (ઓએફએસ) નો સમાવેશ થાય છે. 
 
ઓફર ફોર સેલમાં વિજય શેખર શર્માના રૂ.402.65 કરોડ, એન્ટફીન (નેધરલેન્ડઝ) હોલ્ડીંગ્ઝના રૂ. 4704.43 કરોડ, અલીબાબા ડોટકોમ સિંગાપોર ઈ-કોમર્સના રૂ. 784.82 કરોડ, એલિવેશન કેપીટલ-વી એફઆઈઆઈ હોલ્ડીંગ્ઝના રૂ.75.02 કરોડ, એલીવેશન કેપિટલ વીના રૂ.64.01 કરોડ, સેફ III મોરેશયસના રૂ.1327.65 કરોડ, સેફ પાર્ટનર્સના રૂ.563.63 કરોડ, એસવીએફ પાર્ટનર્સના રૂ. 1689.03 કરોડ અને ઈન્ટરનેશનલ હોલ્ડીંગ્ઝના રૂ.301.77 કરોડ સુધીના વેચાણ નો સમાવેશ થાય છે. 
 
ભારતના મૂડી બજારના ઈતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો આઈપીઓ કોલ ઈન્ડિયા (સીઆઈએલ)ને ગણવામાં આવે છે, જેણે વર્ષ 2010માં રૂ.15,475 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું.
 
નોઈડા સ્થિત કંપની પેટીએમ કે જેની માલિકી વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની છે તે જણાવે છે કે આઈપીઓમાંથી એકત્ર થયેલી રકમ કંપનીની પેમેન્ટ વ્યવસ્થા મજબૂત કરવા માટે અને નવા બિઝનેસ તથા હસ્તાંતરણ માટે કરાશે.