સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 4 મે 2022 (12:25 IST)

Fee For Twitter: ટ્વિટર યૂઝ કરવા માટે હવે જલ્દી ચુકવવા પડશે પૈસા, એલન મસ્કનુ મોટુ એલાન, જાણો કયા યુઝર્સને આપવા પડશે પૈસા

elon musk
Now Twitter will Charge Users: ગયા અઠવાડિયે ટ્વિટરને ખરીદ્યા પછી ચર્ચામાં રહેલ દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ એલન મસ્ક અને ટ્વિટર કંપની એકવાર ફરી ચર્ચામં છે. આ વખતે ચર્ચાનો વિષય એવો છે જે તેના યુઝર્સ સાથે જોડાયેલ છે.  જી હા.. એલન મસ્કે તેને ખરીદ્યા પછી સ્પષ્ટ કરી દીધુ છે કે ભવિષ્યમાં હવે ટ્વિટરનો ઉપયોગ કરવા પર યુઝર્સને ચાર્જ આપવો પડશે. એલન મસ્કે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી છે. જો કે તેમણી પ ણ સ્પષ્ટ કર્યુ છે કે તેના કૈજુઅલ યુઝર્સ માટે આ હંમેશાની જેમ ફ્રી રહેશે. 
 
શુ કહ્યુ એલન મસ્કે 
 
એલન મસ્કે પોતાના ટ્વીટમાં કહ્યુ છે કે કૈજુઅલ યુઝર્સ માટે Twitter હંમેશા ફ્રી રહેશે. પણ કમર્શિયલ અને સરકારી યુઝર્સને આ માટે થોડી કિમંત ચુકવવી પડી શકે છે.