શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :ચેન્નઈ. , સોમવાર, 2 મે 2022 (23:37 IST)

ગરુડ ડ્રોન કરશે Swiggy ગ્રોસરી પૈકેજની ડિલિવરી, આ શહેરમાં શરૂ થશે પ્રોજેક્ટ

swiggy
સટાર્ટઅપ ગરુડ એયરોસ્પેસ ( Garuda Aerospace )ના ડ્રોન ( Drone )ટૂંક સમયમાં જ પોતાના બ્રાંડ સ્વિગી માટે બેંગલુરૂમાં ગ્રોસરી પેકેજ ડિલીવરી કરવી શરૂ કરશે. ગરુડ એયરોસ્પેસ એક ડ્રોન સર્વિસ પ્રદાતા છે. ગરુડ એયરોસ્પેસના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી અગ્નિશ્વર જયપ્રકાશે જણાવ્યુ, આ Swiggy દ્વારા શરૂ કરવામાં આવેલ એક પાયલોટ પ્રોજેક્ટ છે. અમારી યોજના મેના પહેલા અઠવાડિયામાં શરૂ કરવાની છે. 
 
તેમના અનુસાર, સ્વિગી ડ્રોન દ્વારા ડાર્ક સ્ટોર્સ સુધી ગ્રોસરીનો સામાન પહોંચાડશે. અહીંથી સ્વિગી ડિલિવરી કરનારો વ્યક્તિ પેકેટ ઉપાડશે અને તેને ગ્રાહક સુધી પહોંચાડશે. Swiggyએ એક બ્લોગ પોસ્ટ સ્વિગી બાઇટ્સમાં જણાવ્યું હતું કે પાયલોટ પ્રોજેક્ટ બે તબક્કામાં કરવામાં આવશે, પ્રથમ બેંગલુરુમાં ગરુડ એરોસ્પેસ અને દિલ્હી-NCRમાં સ્કાયએર મોબિલિટી દ્વારા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે.
 
બીજુ ચરણ ANRA-ટેક ઈગલ કંસોર્શિયા અને મારુત ડ્રોનટેક પ્રાઈવેટ લિમિટેડ અને મારુ પહેલા ફેજમાંથી મળતી માહિતીના આધાર પર પોતાનુ કામ આગળ વધારશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી( PM Narendra Modi )એ ગુરુગ્રામના માનેસર અને ચેન્નઈમાં ગરુડ એરોસ્પેસની ડ્રોન નિર્માણ સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.