શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 1 મે 2022 (16:40 IST)

GST રેવન્યુ ઉચ્ચતમ સ્તરે, એપ્રિલમાં રૂ. 1.68 લાખ કરોડનું GST કલેક્શન, તમામ રેકોર્ડ તૂટી ગયા

GST રેવન્યુ એપ્રિલમાં 1.68 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ GST રેવન્યૂનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, એપ્રિલ, 2022ની રેવન્યુ ગત વર્ષે આ જ મહિનાના આંકડા કરતાં 20 ટકા વધુ છે.
 
નાણામંત્રાલયનું કહેવું છે કે અનુપાલનમાં સુધારાના કારણે GST કલેક્શનમાં વધારો થયો છે.
 
એપ્રિલ 2022માં GSTR-3 બીમાં કુલ 1.06 કરોડનું GST રિટર્ન ભરાયું.
 
એપ્રિલ 2022માં કુલ GST કલેક્શન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે, માર્ચમાં 1.42 લાખ કરોડ રૂપિયાની GST રેવન્યુ 25 હજાર કરોડ વધીને 1,67,540 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
 
તેમાંથી CGSTનો આંકડો 33,159 કરોડ રૂપિયાનો અને SGSTનો આંકડો 41,793 કરોડ રૂપિયાનો છે. IGST થકી 81,999 કરોડ રૂપિયા આવ્યા છે.GST રેવન્યુ ઉચ્ચતમ સ્તરે, એપ્રિલમાં સરકારી ખજાનામાં આવ્યા 1.68 લાખ કરોડ રૂપિયા