મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 માર્ચ 2020 (16:19 IST)

ગુજરાતમાં ભવિષ્યમાં ઉડતી કાર બનશેઃ હાલમાં પ્રોજેક્ટ વિચારણા પર છે

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સમયે વડાપ્રધાન મોદીએ સી પ્લેનની રાહ બતાવી હતી. હજી આ પ્રોજેક્ટ ચર્ચામાં છે તેમજ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હવે કાર્યરત થવા જઈ રહ્યો છે ત્યારે ફરીએક વાર ગુજરાતમાં એક નવુ નજરાણું લોકો સમક્ષ હશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. 
અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ગુજરાતી વેબસાઈટના એક રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં હવે ફ્લાઈંગ કાર બનશે. અત્યાર સુધી તમે ઉડતી કાર માત્ર ફિલ્મોમાં જ જોઈ હશે, પરંતુ તેનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. દુનિયાની પહેલી કોમર્શિયલ પર્સનલ લેન્ડ એર વ્હીકલ બનાવતી પાલ-V ઈન્ટરનેશનલ BV ભારતમાં ઉડતી કારની એસેમ્બલી લાઈન સેટ કરવાનું વિચારી રહી છે. 
ડચ કંપની દેશમાં એસેમ્બલી લાઈન નાખવા માટે ગુજરાત ‘બેસ્ટ રાજ્ય’ છે તેવું માને છે.‘અમે નજીકના ભવિષ્યમાં ભારતમાં ઉડતી કાર માટે સપ્લાય ચેઈન અને એસેમ્બલી લાઈન બનાવવાનું વિચારી રહ્યા છીએ’, તેમ ઈન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટ, પાલ-Vના વાઈસ પ્રેસિડેન્ટ કાર્લોએ કહ્યું હતું.‘નેધરલેન્ડ અને ભારત વચ્ચે સારા સંબંધો છે. ચીન ઈચ્છે છે કે અમે ત્યાં જઈએ. હું ચીન કરતાં ભારતમાં કંઈક કરવા માટે વધારે ઉત્સાહિત છું. 
ભારત પાસે એવિએશન ઈન્ડસ્ટ્રી વિશે જ્ઞાન અને કુશળતા ઘણી વધારે છે. હાલ અમને આ બાબતની જ શોધ છે’, તેમ તેમણે કહ્યું.ભારત સરકાર સાથેના કરાર અને મંજૂરી બાદના ઓછામાં ઓછા પાંચ વર્ષમાં દેશમાં ઉડતી કારો માટેની એસેમ્બલી લાઈન વાસ્તવિક બની જશે, અને ડચ કંપની હાલ આ જ બાબતની રાહ જોઈ રહી છે.ઈન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટ, પાલ-Vના વાઈસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમેલે આ અંગે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરી હતી.
આ પ્રોડક્ટ 2021ના શરૂઆતમાં યુરોપથી શરૂ કરીને કોમર્શિયલ રીતે લોન્ચ કરાશે. 90 જેટલા લિમિટેડ એડિશન યુનિટ્સ ડિલિવર કરવામાં આવે છે. જેમાં યુરોપ માટે 45, અમેરિકા માટે 25 અને બાકીના દેશો માટે 20નો સમાવેશ થાય છે. અમે ભારતમાં પણ કેટલાક ક્લાયન્ટ્સ સાથે ડીલ કરી રહ્યા છીએ. PAL-Vમાં રોટાક્સ એન્જિન લગાવવામાં આવશે, જેનો ઉપયોગ સામાન્ય રીતે એરક્રાફ્ટમાં કરવામાં આવે છે.
સૌથી પહેલા અમે એ જોઈશું કે ભારતને કયા હેતુથી ઉડતી કાર જોઈએ છે. તેનો ઉપયોગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોસ્ટ ગાર્ડ, ફ્લાઈંગ ડોક્ટર્સ, પોલિસ સ્ક્વોડ અને મેલિટ્રી માટે કરી શકાય છે. અમારા શક્ય અભ્યાસના આધારે અમે સ્પેશિયલ પ્રાઈઝ ટેગ સાથે બે મશીનો રજૂ કરીશું. તેથી અમે નજીકના ભવિષ્યમાં સપ્લાય ચેઈન અને કદાચ એસેમ્બલી લાઈન બનાવવાનું વિચારી રહ્યા છીએ.અમે MoU માટે ગુજરાત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. MoU હજુ સુધી નક્કી થયા નથી. સાચું કહું તો, મને લાગે છે કે તેની શરૂઆત સાથે સારી સ્થિતિ હશે. ગુજરાતમાં સારા બંદરો અને ઓટમોટિવ ઈન્ડસ્ટ્રી છે.