પુસ્તકની જેમ ફોલ્ડ થઈ જાય છે 165 ઈંચનુ આ ટીવી, 1 ની કિમંતમાં ખરીદી શકો છો બે રૂમનુ ઘર
આજના સમયમાં લોકો પોતાને માટે મોંઘામાં મોંઘી વસ્તુઓ ખરીદી લે છે. જેવી સુવિદ્યાઓ હોય છે એહિસાબથી વસ્તુઓની કિમંત હોય છે. ભલે ફ્રિજ હોય કે ટીવી માણસ ને દરેક વસ્તુમાં અનેક બીજા ફીચર્સ જોડીને તેની કિમંતને ખૂબ મોંઘી બનાવી દેવામાં આવે છે. હવે ટીવીને જ જોઈ લો. મનોરંજન માટે બનાવેલ આ ટીવીને પહેલા બ્લેક એંડ વ્હાઈટમાં ઉતારવામાં આવ્યુ. ત્યારબાદ આ કલરફુલમાં આવ્યુ અને પછી હવે તો એલઈડી સ્ક્રીન લોકોના ઘરમાં સ્થાન બનાવી ચુક્યુ છે.
ટીવીની અંદર હવે એટલા નવા ફીચર્સ જોડી દેવામાં આવ્યા છે કે તેની કિમંત હવે કરોડોમાં પહોંચી ગઈ છે. લકઝરી ટીવી બનાવનારા બ્રાંડ C SEED એ હવે એક એવુ ટીવી માર્કેટમાં ઉતાર્યુ છે જે છે તો 165 ઈંચનુ પણ તેને પુસ્તકની જેમ ફોલ્ડ કરી શકાય છે. આ ટીવીની અંદર ઈન બિલ્ટ સ્પીકર પણ છે. વાત તેના કિમંતની કરીએ તો આ ટીવીના ભાવમાં તમે બે રૂમનુ એક ઘર આરામથી ખરીદી શકો છો. હાલ બજારમાં આ ટીવીને લગભગ 1 કરોડ 43 લાખ રૂપિયામાં ઉતારવામાં આવ્યુ છે.
આપમેળે જ લેફ્ટથી રાઈટમાં ફરી શકે છે ટીવી
ઓસ્ટ્રિયાની આ કંપની ખૂબ જ નવા અને યૂનિક ફીચર્સ સાથે આ ટીવીને બનાવ્યુ છે. તેમા લાગેલા સ્માર્ટ સેંસર આરામથી ટીવીને લેફ્ટથી રાઈટ ફેરવી દે છે. આ ટીવી હાલ 165, 137 અને 103 ઈંચના સાઈઝમાં ઉતાર્યુ છે. આ ટીવીની શરૂઆતી કિમંત લગભગ દોઢ કરોડ છે. ત્યારબાદ આગળના શ્રેણીમાં તેની કિમંત અને વધતી જશે. આ ટીવી આરામથી ફોલ્ડ થઈ જાય છે. ત્યારબાદ આ કોઈ મૂર્તિની જેમ દેખાવવા માંડશે.
પોર્શએ કર્યો તૈયાર
આ ટીવીને પોર્શ ડિઝાઈન સ્ટુડિયોએ બનાવ્યો છે. આ ટીવીની ક્વાલિટી ખૂબ જ હાઈ છે. સાથે જ સી ટીવીમાં નો સ્ક્રીન ગ્લેયરની ગેરંટી છે. પણ જો તમને લાગી રહ્યુ છે કે આ ટીવીની કિમંત પણ કરોડોમાં હતી. પણ હવે જે ટીવી સામે આવ્યુ છે તેટલી કિમંતમાં એક મિડલ ક્લાસ માણસ પોતાના સપનાનુ ઘર ખરીદી લે.