શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 13 જુલાઈ 2022 (16:02 IST)

પુસ્તકની જેમ ફોલ્ડ થઈ જાય છે 165 ઈંચનો આ ટીવી

લગ્જરી ટીવી બનાવતા C SEED એ હવે એક એવુ ટીવી માર્કેટમાં ઉતાર્યો છે જે છે તો 165 ઈંચનો પણ તેને પુસ્તકની જેમ ફોલ્ડ કરી શકાય છે. આ ટીવીની અંદર બિલ્ટ સ્પીકર પણ છે. વાત તેની કીમતની કરીએ તો આ એક ટીવી કીમતમાં તમે બે રૂમનો એક ઘર આરામથી ખરીદી શકો છો હવે બજારમાં આ ટીવીને આશરે 1 કરોડ 43 લાખમાં ઉતાર્યો છે. 
 
આપમેળે ડાબેથી જમણી ફરી શકે છે ટીવી 
ઓસ્ટ્રેલિયાની આ કંપનીએ ખૂબ નવા અને યુનિક ફીચર્સની સાથે આ ટીવીને બનાવ્યો છે. તેમાં લગાવેલ સ્માર્ટ સેંસર આરામથી ટીવીને લેફ્ટથી રાઈટ ઘુમાવે છે. આ ટીવી અત્યારે 165, 137 અને 103 ઈંચના સાઈઝમાં ઉતાર્યો છે.