શુક્રવાર, 1 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (13:48 IST)

SCનો આદેશ - ટીવી પર માફી માંગે નૂપૂર - દેશમાં જે થઈ રહ્યુ છે તે માટે તમે જવાબદાર, શરત સાથે માફી માંગવી તમારો ઘમંડ

high court
પૈગંબર પર વિવાદિત નિવેદન આપવા માટે નૂપૂર શર્માને સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ કે દેશભરમાં અશાંતિ ફેલાય ગઈ છે. દેશમાં જે પણ થઈ રહ્યુ છે તેની જવાબદાર નૂપૂર જ છે.  તેમણે પોતાના નિવેદનથી દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કર્યો છે. કોર્ટે તેમને ટીવી પર આવીને દેશ પાસે માફી માંગવા કહ્યુ. 
 
સુપ્રીમ કોર્ટની બે જજની બેંચે કહ્યું કે નૂપુર ટેલિવિઝન પર આવી અને એક વિશેષ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી. તેમણે શરતો સાથે આના પર માફી માંગી, તે પણ જ્યારે તેમના નિવેદન પર લોકોનો ગુસ્સો ભડકી ગયો હતો. તે તેમની જીદ અને ઘમંડ દર્શાવે છે.
 
જીદ્દી અને ઘમંડી પાત્ર બતાવે ચેહ 
એક વિશેષ ધર્મ પર નૂપુર શર્માના નિવેદનો પર કોર્ટે કહ્યું, 'આ તેમના જિદ્દી અહંકારી પાત્રને દર્શાવે છે. તેનાથી શુ ફર્ક પડે છે કે તેઓ એક પાર્ટીના પ્રવક્તા છે  તેઓ વિચારે છે કે તેમની પાસે સત્તાની તાકાત છે અને તેઓ કાયદાની વિરુદ્ધ જઈને કંઈ પણ બોલી શકે છે.
 
ટીવી ચેનલ અને દિલ્હી પોલીસને પણ ફટકાર 
કોર્ટે વિવાદાસ્પદ ચર્ચા દર્શાવતી ટીવી ચેનલ અને દિલ્હી પોલીસને ફટકાર લગાવતા કહ્યું કે, 'દિલ્હી પોલીસે શું કર્યું? અમને મોં ખોલવા માટે મજબૂર ન  કરશો આનાથી ફક્ત એક જ એજન્ડા સેટ કરવામાં આવ્યો હતો  તેમણે આવો મુદ્દો કેમ પસંદ કર્યો. જેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્ય્યો છે.આના દ્વારા માત્ર એક જ એજન્ડા નક્કી કરવામાં આવી રહ્યો હતો. તેણે આવો મુદ્દો કેમ પસંદ કર્યો જેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
 
સુનાવણી દરમિયાન કોર્ટમાં શુ થયુ 
 
નૂપુરના વકીલઃ તે તપાસમાં જોડાઈ રહી છે. તે ભાગી નથી 
 
સુપ્રીમ કોર્ટઃ શું તમારે અહીં રેડ કાર્પેટ પાથરવી જોઈએ? જ્યારે તમે કોઈની વિરુદ્ધ ફરિયાદ કરો છો, ત્યારે તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે. તમારા વર્ચસ્વને કારણે કોઈ તમને સ્પર્શ કરવાની હિંમત કરતું નથી.
 
નુપુરના વકીલઃ નુપુરને ધમકીઓ મળી રહી છે. આ સમયે મુસાફરી કરવી તેમના માટે સલામત નથી.
 
સુપ્રીમ કોર્ટઃ શું નૂપુરને મળી રહી છે ધમકીઓ કે પછી તે પોતાની સુરક્ષા માટે ખતરો છે? દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે તે જવાબદાર છે.
 
સુપ્રીમ કોર્ટ: પેગંબર વિરુદ્ધ નૂપુર શર્માની ટિપ્પણી ક્યાં તો સસ્તા પ્રચાર, રાજકીય એજન્ડા અથવા કેટલીક નાપાક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી હતી. આ ધાર્મિક લોકો નથી અને માત્ર ભડકાવવા માટે નિવેદનો આપે છે. આવા લોકો અન્ય ધર્મોને માન આપતા નથી.
 
સુપ્રીમ કોર્ટઃ અમે જોયું છે કે ચર્ચા દરમિયાન નુપુરે કેવી રીતે ઉશ્કેરણીજનક વાત કરી હતી, તે પછી પણ તે કહે છે કે હું વકીલ છું. તે શરમજનક છે. નૂપુરે આખા દેશની માફી માંગવી જોઈએ.
 
સુપ્રીમ કોર્ટ - આ અરજી તમારો ઘમંડ બતાવે છે. તમે લોઅર કોર્ટને  બદલે સીધા સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા. દેશભરના મેજિસ્ટ્રેટ કોર્ટ તમારે માટે નાના છે. 
 
ફટકાર પછી નૂપુરે અરજી પરત લીધી. 
 
કોર્ટના ઠપકા બાદ નુપુર શર્મા તરફથી હાજર રહેલા એડવોકેટ મનિન્દર સિંહે કહ્યું કે નુપુરે પોતાના નિવેદન માટે માફી માંગી છે અને તેણે તેને પાછું પણ લઈ લીધું છે. તેના પર કોર્ટે કહ્યું કે ત્યાં સુધીમાં માફી માંગવામાં મોડું થઈ ગયું હતું. આ સાથે કોર્ટે નૂપુર વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી નૂપુરના વકીલે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી, જેની પરવાનગી કોર્ટે આપી હતી.