સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (11:04 IST)

9 મહિનાના પુત્રનું ગળું કાપી માતાનો આપઘાત

આ હ્રદ્રયદ્રાવાક ઘટના રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદારશહેરની છે. માતાએ નાનકડા વિવાદ પર તેમના 9 મહીનાના દીકરાનો ગળુ કાપી નાખ્યુ. બાળકની સાથે નિર્દયતા પછી આ કળિયુગી માતા પોતે પણ સુસાઈડ કરી લીધુ. બાળકને તરતજ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે તેમની સારવાર ચાલી રહી છે. પણ મહિલાની મોત થઈ ગઈ છે. 
 
દહીં લાવવાની વાતને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ ગયો. ગુસ્સામાં મહિલાએ ઈલેક્ટ્રિક કટરથી 9 મહિનાના પુત્રનું ગળું કાપી નાખ્યું અને પછી પોતાનું ગળું પણ કાપી નાંખ્યું. લોહીથી લથપથ મા-પુત્રને પરિવારના લોકો હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોકટરે મહિલાને મૃત જાહેર કરી, જ્યારે માસૂમની સારવાર ચાલી રહી છે.
 
ઘટના બુધવારે સાંજે 6 વાગ્યાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઝાલરિયા કુંવા ગામમાં રહેતી આરતી દેવી (25)એ પહેલા પોતાના બાળક મનુના ગળ પર પ્રહાર કર્યા અને પછી પોતે પણ સુસાઈડ કરી લીધું.