સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2023 (10:05 IST)

Gas Cylinder Price: દિવાળી પછી ગેસ સિલિન્ડરની કિંમતમાં અચાનક ઘટાડો, જાણો નવા દર

LPG Price
LPG Gas Cylinder: આપણા દેશમાં પેટ્રોલ(Petrol) અને ગેસ સિલિન્ડર(Gas Cylinder) ના ભાવ ક્યારેય એક સરખા રહેતા નથી. કોરોના બાદ તેમની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે.
 
જો કે દિવાળી પછી ગેસ સિલિન્ડરના ભાવને લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે, જે અનુસાર સરકારી ઓઈલ કંપનીઓ(Oil Companies)એ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. 
 
સરકારી તેલ કંપની IOCL દ્વારા આ નિવેદન જારી કરવામાં આવ્યું છે કે 16 નવેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર(Commercial Gas Cylinder) ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
 
જો જોવામાં આવે તો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં અંદાજે 57.50 રૂપિયાનો ઘટાડો થયો છે.
 
જાણો ગેસ સિલિન્ડરની કિંમત
તમને જણાવી દઈએ કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. સૌથી પહેલા દિલ્હીની વાત કરીએ તો કટ બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રૂપિયા 175.50 થઈ ગઈ છે.
 
જ્યારે કોલકાતામાં તે 1885.50 થઈ ગયો છે. આ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્ડર મુંબઈમાં 1728 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને ચેન્નાઈમાં 1942 રૂપિયા પ્રતિ સિલિન્ડર વેચાઈ રહ્યું છે.