ગૌતમ અદાણીનું જોરદાર કમબેક, શ્રીમંતોની યાદીમાં 12 સ્થાનની છલાંગ, હવે આ નંબરે પહોંચ્યા
ગૌતમ અદાણી(Gautam Adani) ના ઉપરથી હવે હિંડનબર્ગનો અંધકાર ઓસરતો દેખાય રહ્યો છે અને તેઓ જોરદાર કમબેક કરી રહયા છે. છેલ્લા એક અઠવાદીયાથી શેરોમાં સતત વધારો થવાને કારણે તેની નેટવર્થમાં જે વધારો થયો છે તેને કારણે અદાણીએ અબજોપતિઓની યાદીમાં જોરદાર વાપસી કરી છે. જેના કારણે અદાણીએ અબજોપતિઓની યાદી (Adani In Billionaires List)માં જોરદાર કમબેક કર્યું છે. શોર્ટ સેલર ફર્મનો રિપોર્ટ જાહેર થયા બાદ શેરમાં આવેલી સુનામીના કારણે તે લિસ્ટમાં 34માં સ્થાને પહોંચી ગયો હતો, જ્યાંથી તેણે થોડા દિવસોમાં 12 સ્થાનનો જોરદાર છલાંગ લગાવી છે.
54 અરબ ડોલર પહોચી નેટવર્થ
Bloomberg Billionaires Index અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં $1.97 બિલિયનનો વધારો થયો છે અને નેટવર્થ (Gautam Adani Net Worth) વધીને $54 બિલિયન થયું છે. આટલી સંપત્તિ સાથે તે અબજોપતિઓની યાદીમાં 22મા સ્થાને પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીના અંતમાં તેમની સંપત્તિ ઘટીને 37.7 બિલિયન ડોલર થઈ ગઈ હતી અને તેઓ 34મા નંબર પર આવી ગયા હતા.
એક મહિનામાં ખૂબ જ ડાઉન થયા હતા શેર
ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરીએ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ(Hindenburg)અદાણી ગ્રૂપને લઈને તેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેની રજૂઆતના બીજા જ દિવસે અદાણીના સામ્રાજ્યમાં ભૂકંપ આવ્યો અને રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડેલી અસરને કારણે તેને દરેક પસાર થતા દિવસે ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. એક મહિનાની અંદર, અદાણી(Adani Stocks)ના શેર 25 થી 85 ટકા તૂટી ગયા હતા અને જૂથનું માર્કેટ કેપિટલાઇઝેશન (Adani Group MCap) રૂ. 12 લાખ કરોડ ઘટીને $100 બિલિયનની નીચે આવી ગયું હતું.