શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 18 મે 2020 (11:40 IST)

General Atlantic એ ખરીદી Jio Platformsની 1.34% ભાગીદારી, જાણો ડીલ વિશે

Facebook પછી હવે અમેરિકાના રોકાણ સાથે જોડાયેલ  મોટી આઈટી કંપની General Atlantic એ  Reliance Industries Limited (RIL) ની સહાયક Jio Platforms ની  1.34 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે.  અમેરિકન કંપની આ માટે 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુકેશ અંબાણીની કંપનીએ રવિવારે આ નિવેદન જાહેર કર્યું હતું. । General Atlantic નો આ કોઈપણ એશિયાઈ કંપનીમાં સૌથી મોટુ રોકાણ છે.  Jio Platforms એ ચાર અઠવાડિયાથી પણ ઓછા અઠવાડિયામાં Facebook, Silver Lake Partners, Vista Equity Partners અને  General Atlantic જેવી દિગ્ગજ કંપનીઓ પાસેથી 67,194.75 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. 
 
Jio  પ્લેટફોર્મ્સ દ્વારા રજુ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રોકાણ જિઓની આગામી પેઢીના સોફ્ટવેર પ્રોડક્ટ અને પ્લેટફોર્મ પરથી મોહર લગાવવાનો છે. 
 
આ પહેલા ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા ભાગીદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી હતી.  સોદાના દિવસોમાં જ, વિશ્વના સૌથી મોટા ટેક રોકાણકાર સિલ્વર લેકએ જિયોનો 1.15% હિસ્સો 5,665.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તે જ સમયે, 8  મેના રોજ અમેરિકાના વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સએ 11,367 કરોડ રૂપિયામાં જિઓ પ્લેટફોર્મ્સમાં 2.32 ટકા ભાગ ખરીદવાની જાહેરાત કરી હતી.