શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 8 મે 2020 (10:32 IST)

જિયોમાં વિસ્ટા ઈકવિટી કરશે 11,367 કરોડ રૂપિયાનુ રોકાણ, ખરીદશે 2.3 ટકા ભાગીદારી

ફેસબુક, સિલ્વર લેક પછી, હવે વિસ્તા ઇક્વિટી પાર્ટનર્સ જિયો પ્લેટફોર્મ લિમિટેડનો 2.3% ભાગ 11,367 કરોડ રૂપિયામાં ખરીદશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો પ્લેટફોર્મ લિમિટેડ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. આ રોકાણ જિયો પ્લેટફોર્મના 4.91 લાખ કરોડની વેલ્યૂ  પર થશે અને એન્ટરપ્રાઇઝની વેલ્યુ   હવે 5.16 લાખ કરોડ રૂપિયા થઈ જશે. યુએસ બેસ્ડ આ  પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ વિશ્વની સૌથી મોટી વિશેષ રૂપે ટેક ફોકસ્ડ ફંડ છે. એપ્રિલમાં જાહેર ફેસબુક સૌદાના મુકાબલે વિસ્ટાનુ રોકાણ 12.5 ટકા પ્રીમિયમ પર છે.  
વિસ્ટા સાથેના સોદા અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, "વિસ્ટાને મૂલ્યવાન ભાગીદારના રૂપમાં રોકાણકાર મળતા મને આનંદ થાય છે. અમારા અન્ય ભાગીદારોની જેમ વિસ્ટા પણ તમામ ભારતીયોના ફાયદા માટે ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમને વિકસિત અને પરિવર્તિત કરશે. એક વધુ સારા ભવિષ્યની ચાવી સાબિત થશે. '
 
વિસ્ટાનું  રોકાણ આગામી પેઢીના સોફ્ટવેયર અને પ્લેટફોર્મ કંપનીના રૂપમાં Jio ને પ્રદર્શિત કરે છે.  વિસ્ટાનુ આ ભારતમાં પ્રથમ મોટુ રોકાણ છે.  વિસ્ટા પાસે પ્રારંભિક તબક્કે તકનીકી કંપનીઓમાં રોકાણ કરવાનો ટ્રેક રેકોર્ડ છે. તેના દરેક રોકાણો 10 વર્ષથી ફાયદાકારક રહ્યા છે. જિયોના લોંચિંગ પછી, રિલાયન્સ દેશની એકમાત્ર કંપની તરીકે ઉભરી આવી છે જે ઝડપથી વધી રહેલા ભારતીય બજારમાં અમેરિકન તકનીકી સમુહો સાથે પ્રતિસ્પર્ધા કરવામાં સક્ષમ છે. 
 
ફેસબુકે જિયોમાં 9.9 ટકા ભાગીદારી 43,534 કરોડ રૂપિયામાં અને સિલ્વર લેકે 1.55 ટકા ભાગીદારી માટે 5655 કરોડનુ રોકાણ કર્યુ. જિયોમાં સિલ્વર લેકનું રોકાણ પણ ફેસબુક સોદા જેવું પ્રીમિયમ પર હતું. ત્રણ અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મ્સે ટેક્નોલજી રોકાણકારો પાસેથી 60,596.37 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. રિલાયન્સે મોબાઇલ ટેલિકોમથી લઈને હોમ બ્રોડબેન્ડ સુધીની દરેક બાબતમાં ઇ-કોમર્સનો વિસ્તાર કર્યો છે. જિયોની શરૂઆત 2016માં થઈ હતી.  ટેલિકોમ અને બ્રોડબેન્ડથી ઇ-કોમર્સ સુધી પોતાનો વિસ્તાર કર્યો અને 38 કરોડ ગ્રાહકો સુધી પહોંચી ગઈ.