મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (09:45 IST)

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

Google એ  કરોડો જીમેલ એકાઉન્ટ બંધ કરવાનો  એક મોટો નિર્ણય  લીધો છે. ગૂગલે તેના બ્લોગ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. હાલમાં, વિશ્વભરમાં લાખો વપરાશકર્તાઓ પાસે Gmail એકાઉન્ટ છે અને તે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈ-મેલ સેવા છે. એટલું જ નહીં, એન્ડ્રોઇડ યુઝર્સને તેમના ફોનના તમામ ફીચર્સ એક્સેસ કરવા માટે જીમેલ એકાઉન્ટની પણ જરૂર પડે છે.
 
કરોડો Gmail એકાઉન્ટ થશે બંધ 
ગૂગલે તેના બ્લોગપોસ્ટમાં જણાવ્યું છે કે દુનિયાભરમાં એવા લાખો યુઝર્સ છે જેમણે લાંબા સમયથી પોતાના જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી. આ ખાતાઓ બનાવ્યા પછી જેમ છે તેમ છોડી દેવામાં આવ્યા છે. આ એકાઉન્ટ્સ Google ના સર્વર પર બિનજરૂરી રીતે જગ્યા રોકી રહ્યાં છે. આટલું જ નહીં, હેકર્સ આ બિનઉપયોગી એકાઉન્ટ્સનો ફાયદો પણ ઉઠાવી શકે છે.
 
Google એ  એક મોટું પગલું ભર્યું છે અને આ એકાઉન્ટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ કરોડો બિનઉપયોગી એકાઉન્ટ્સ બંધ થતાં જ ગૂગલની સર્વર સ્પેસ ખાલી થઈ જશે, જેનાથી નવા યુઝર્સને ફાયદો થશે. ગૂગલે તેના બ્લોગમાં કહ્યું છે કે તે હાલમાં તે જીમેલ એકાઉન્ટ્સને બ્લોક કરી દેશે જેનો 2 વર્ષ કે તેથી વધુ સમયથી ઉપયોગ કરવામાં આવ્યો નથી. જો ખાતું લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેવાય તો તે નિષ્ક્રિય થઈ જાય છે.
 
આ રીતે તમે તમારું Gmail  એકાઉન્ટ સેવ કરી શકો છો
જો તમે પણ જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે જેનો તમે લાંબા સમયથી ઉપયોગ નથી કરી રહ્યા તો તમારું જીમેલ એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે. જોકે, જો યુઝર્સ ઈચ્છે તો આ એકાઉન્ટ્સને સેવ કરી શકે છે. આ માટે યુઝરે પોતાના જીમેલ એકાઉન્ટમાં લોગ ઈન કરવું પડશે અને ઈનબોક્સમાં મળેલો ઈ-મેલ વાંચવો પડશે અથવા કોઈને મેઈલ કરવો પડશે. આવી સ્થિતિમાં, આ એકાઉન્ટ સક્રિય થઈ જશે અને ગૂગલની આ મોટી કાર્યવાહીથી બચાવી શકાય છે.
 
આ ઉપરાંત યુઝર્સ તેમના જીમેલ એકાઉન્ટમાં લોગ ઈન કરીને અને કોઈપણ ગૂગલ સર્વિસનો ઉપયોગ કરીને પોતાનું જૂનું એકાઉન્ટ એક્ટિવેટ કરી શકે છે. જો કે, જો તમે ઇચ્છો છો કે તમારા બધા જૂના Gmail એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે, તો તમે તેને જેમ છે તેમ છોડી શકો છો અથવા Google ના સેટિંગ્સમાં જઈને એકાઉન્ટને ડિએક્ટીવેટ કરી શકો છો.