1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. Gold and Silver Price Today

Gold and Silver Price Today: સોનાની કિમંતમાં આવ્યો ઘટાડો, જાણો 24 કેરેટ સોનાનો કેટલો ઘટ્યો થયો ભાવ ?

gold silver price 25 february
Gold and Silver Price Today: ભારતમાં સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં તીવ્ર વધારા બાદ આજે થોડી રાહત જોવા મળી રહી છે. તાજેતરના ટ્રેડિંગ સત્રોમાં ભાવમાં વધારો થયો હતો, જેના કારણે માત્ર ત્રણ દિવસમાં 24 કેરેટ સોનામાં આશરે રૂ. 33,900 પ્રતિ 100 ગ્રામનો વધારો થયો હતો. જોકે, ચલણ મજબૂત થતાં, સોનાના ભાવમાં હવે ઘટાડો થયો છે.
 

24 કેરેટ  સોનાની કિમંત  
 

GoodReturns ના ડેટા મુજબ આજે 24 કેરેટ સોનાની કિમંત પ્રતિ 1 ગ્રામ 14897 રૂપિયા છે, જે અગાઉના દિવસોની કિમંત 15295 રૂપિયાથી 398  રૂપિયાનો ઘટાડો દર્શાવે છે.   આ રીતે 8 ગ્રામ 24 કેરેટ સોનાની કિમંત 1,19,176  રૂપિયા છે, જે અગાઉની કિમંત 1,22,360 રૂપિયાના મુકાબલે 3,184 રૂપિયા ઓછી છે. 
 
આજે, 24 કેરેટ સોનાનો 10 ગ્રામ ભાવ રૂ. 1,48,970 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેની અગાઉની કિંમત રૂ.1,52,950 થી રૂ. 3,980 નો ઘટાડો છે. જથ્થાબંધ ખરીદદારો માટે, 24 કેરેટ સોનાના 100 ગ્રામનો ભાવ હવે રૂ.14,89,700 છે, જે તેની અગાઉની કિંમત રૂ.15,29,500 થી રૂ. 39,800 નો નોંધપાત્ર ઘટાડો છે.
 

22 કેરેટ 

22  કેરેટ સેગમેન્ટમાં, 1 ગ્રામ સોનાનો ભાવ રૂ.14,020 થી ઘટીને રૂ.13,655 થયો છે. 8 ગ્રામનો ભાવ રૂ. 1,12,160 થી ઘટીને રૂ. 1,09,240 થયો છે. 10 ગ્રામનો ભાવ હવે રૂ. 1,40,200 થી ઘટીને રૂ.1,36,550 (સુધારેલ અંદાજિત ફિગર) થયો છે. તેવી જ રીતે, 22  કેરેટ સોનાના 100 ગ્રામનો ભાવ રૂ.14,02,000 થી ઘટીને રૂ.13,65,500 થયો છે.
 

18 કેરેટ 

લેટેસ્ટ ટ્રેડિંગ સેશન મુજબ, આજે 1 ગ્રામ 18 કેરેટ સોનાની કિંમત 11,471 રૂપિયાથી 298 રૂપિયા ઘટીને 11,173 રૂપિયા થઈ ગઈ છે. 8 ગ્રામ માટેની કિંમત 91,768 રૂપિયાથી 2,384 રૂપિયા ઓછી થઈને 89,384 રૂપિયા થઈ ગઈ છે. 10 ગ્રામની કિંમત હવે 1,14,710 રૂપિયાથી 2,980 રૂપિયા ઘટીને 1,11,730 રૂપિયા પર પહોંચી છે. તેવી જ રીતે, 100 ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ 11,47,100 રૂપિયાથી 29,800 રૂપિયા ઘટીને 1,11,7,300 રૂપિયા થઈ ગયો છે.
 

કેમ અચાનક સોનુ થયુ સસ્તુ ? 

સોનાની કિમંતોમાં આ ઘટાડો ભારતીય રૂપિયામાં આવેલી જોરદાર મજબૂતીને કારણે આવી.  ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મુદ્રાની અસ્થિરતાને રોકવા માટે નવા ઉપાય રજુ કર્યા બાદ રૂપિયાએ 12 વર્ષથી પણ વધુ સમયમાં પોતાની સૌથી મોટી બઢત નોંઘાવી છે.  સામાન્ય રીતે મજબૂત રૂપિયો ઘરેલુ બજારોમાં સોનુ સસ્તુ બનાવી દે છે. જેનાથી કિમંતો પર નીચીની તરફ દબાણ બને છે. ઉલ્લેખનીય છે કે મજબૂત રૂપિયો મતલબ સસ્તુ આયાત અને જો કે ભારત વિદેશોથી સોનુ મંગાવે છે તેથી રૂપિયાના મજબૂત થવાથી આયાત રોકાણ ઓછુ થઈ ગયુ છે.   
 

ચાંદીની કિમંત 
 

દેશમાં આજે ચાંદીની કિમંત પ્રતિ ગ્રામ 250 રૂપિયા અને પ્રતિ કિલોગ્રામ 2,50,000 રૂપિયા છે. જેમા ગઈકાલના મુકાબલે વધુ કોઈ ફેરફાર જોવા નથી મળી રહ્યા છે.  
 
આગળનો લેખ
ગુજરાતમાં માવઠાનું સંકટ: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન