સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 જૂન 2019 (15:27 IST)

સતત મોંઘુ થઈ રહ્યુ છે GOLD,પહોંચ્યુ 6 વર્ષના ઉચ્ચતમ સ્તર પર

અમેરિકા અને ઈરાન વચ્ચે ભૂ-રાજનીતિક તનાવ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સુસ્તી માટે જવાબદાર છે અને તેને કારણે રોકાણકાર સુરક્ષિત સંપત્તિઓમાં દાવ લગાવવા પર મજબૂર થયા છે અને સોનાની કિમંત છ વર્ષના ઉચ્ચસ્તર પર પહોંચી ગઈ છે. આ મૂલ્યવાન ઘાતુની માંગ ગયા અઠવાડિયે ત્યારે વધી જ્યારે અમેરિકી ફેડરલ રિઝર્વ એ સંકેત આપ્યો કે તે ભવિષ્યમાં 2019મા ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકોમાં વ્યાજ દર ઘટાડશે.  અમેરિકી ફેડના આ વલણથી ડોલર કમજોર થયો. જેને કારણે સોનુ સસ્તુ થઈ ગયુ. 
 
મલ્ટી કમોડિટી એક્સચેંજ પર ઓગસ્ટ એક્સપાયરી સોનાના કરારમાં ગયા સત્રથી 370 રૂપિયા એટલે કે 1.07 ટકા તેજી સાથે 34811 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલી રહ્યો હતો. સત્ર દરમિયાન ભાવ 34893 રૂપિયા સુધી ઉછળ્યો.