1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 એપ્રિલ 2025 (12:25 IST)

Gold Price Crash - અક્ષય તૃતીયા પહેલા સોનાની કિમંતમાં મોટો ઘટાડો, આજે એક જ ઝટકે આટલુ સસ્તુ થયુ સોનુ

gold coin
Gold Price Today: અક્ષય તૃતીયા પહેલા સોનાની કિમંતમા ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે 30 એપ્રિલ એટલે કે બુધવારે અખાત્રીજ ઉજવાશે.  અખાત્રીજ પર સોનુ ખરીદવુ શુભ માનવામાં આવે છે. આવામાં સોનુ સસ્તુ થવુ સારા સમાચાર છે. મલ્ટી કમોડિટી એક્સચેંજ (MCX) પર  મંગળવારે સોનાનો બેંચમાર્ક જૂન કૉન્ટ્રેક્ટ 728 રૂપિયાના ઘટાડા સથે 95,297 પર ટ્રેડ કરી રહ્યો છે.  સોનાનો પાછલો બંધ ભાવ 96,025 રૂપિયા હતો.  સોનાના વાયદા ભાવે ગયા અઠવાડિયે 99,358 રૂપિયાના ભાવ પર સર્વોચ્ચ સ્તર સ્પર્શી લીધુ હતુ.  આ રીતે છેલ્લા એક અઠવાડિયામાં સોનુ 4000 રૂપિયા સસ્તુ થઈ ગ્યુ છે. કમોડિતી એક્સપર્ટનુ કહેવુ છે કે સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો આવી શકે છે. જેની અસર આવતીકાલે અખાત્રીજ પર જોવા મળી શકે છે. સોનુ સસ્તુ હોવાથી માંગમાં તેજી આવી શકે છે. જ્વેલર્સનુ કહેવુ છે કે આ વખતે માંગ બિલકુલ નથી. અખાત્રીજ પર પણ બજાર ઠંડુ રહેવાનુ અનુમાન છે.  
 
ટ્રેડ વૉર ઉકેલવામાં નરમીથી રાહત  
વૈશ્વિક બજારમા સોનુ સસ્તુ થયુ છે. અમેરિકા અને ચીન સહિત બીજા દેશો વચ્ચે ટ્રેડ વોર પર સમજૂતી હવાની આશાથી સોનુ સસ્તુ થયુ છે.  મંગળવારે વેપાર યુદ્ધના તણાવ ઓછા થતાં સોનામાં ઘટાડો થયો હતો, જ્યારે રોકાણકારો ફેડરલ રિઝર્વની નીતિના માર્ગનું મૂલ્યાંકન કરવા માટે યુએસ આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યા છે. સ્પોટ ગોલ્ડ 0.4% ઘટીને 3,329.12 ડોલર પ્રતિ ઔંસ થયું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.2% ઘટીને  3,342.40 ડોલર પર આવ્યુ. નિષ્ણાતો કહે છે કે સોનામાં વધુ ઘટાડાની શક્યતા છે. વેપાર યુદ્ધમાં રાહત મળ્યા પછી સોનું સસ્તું થશે. સોનામાં વધારો વેપાર યુદ્ધને કારણે થયો હતો.
 
27000 રૂપિયા સુધી સસ્તું  થવાની શક્યતા 
વિશ્વની સૌથી મોટી સોનાની ખાણકામ કંપની સોલિડકોર રિસોર્સિસ પીએલસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) વિટાલી નેસિસે દાવો કર્યો છે કે આગામી 12 મહિનામાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થવાની ધારણા છે. સોલિડકોરના સીઈઓએ જણાવ્યું હતું કે મને અપેક્ષા છે કે 12 મહિનામાં સોનાના ભાવ  2,500 ડોલર સુધી ઘટી જશે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ હાલમાં 3,319 ડોલર  પ્રતિ ઔંસ છે. જો આવું થાય, તો ભારતીય બજારમાં સોનું પ્રતિ 10 ગ્રામ 27 હજાર રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે.