સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 4 માર્ચ 2022 (12:48 IST)

Gold Price: સોનાની કિમંતોમાં આવ્યો ઉછાળ, 1200 રૂપિયા થયુ મોંઘુ, 60000 સુધી પહોચશે 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Price Today Delhi: જો તમે સોના-ચાંદી (Gold-Silver)ખરીદવાનો પ્લાન બનાવ્યો છે તો આ તમારે માટે જરૂરી સમાચાર છે.  રૂસ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ વોરની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી છે. શેયર માર્કેટમાં જ્યા એક બાજુ ઝડપી ઘટાડો ચાલી રહ્યો છે તો બીજી બાજુ સોના-ચાંદીની કિમંતોમાં સતત ઉછાળો ચાલુ છે.  દિલ્હી શર્રાફા બજારમાં આજે ગોલ્ડની કિમંતોમાં જોરદાર તેજી જોવા મલી રહી છે. એક્સપર્ટનુ માનવુ છે કે સોનાની કિમંતો ટૂંક સમયમાં જ 60000ને પાર પહોંચી શકે છે. HDFC Securities એ આ અંગેની માહિતી આપી છે. 
 
સોનુ 1200 રૂપિયા ઉછળ્યુ 
 
અમદાવાદના સોની માર્કેટમાં આજે શુક્રવારે સોનામાં 390 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉછાળા સાથે આજનો 10 ગ્રામ સોનાનો ભાવ 52070 રૂપિયા પર પહોંચી  ગયો છે. 
 
ચાંદીની કિમંતમાં પણ ઉછાળો 
 
આ સિવાય જો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદી 2,148 રૂપિયા વધીને 67,956 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ. 65,808 પર બંધ રહી હતી.
 
આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, સોનું નજીવું ઘટીને $1,943 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદીની કિંમત 25.18 પર યથાવત રહી હતી. પૂર્વીય યુરોપમાં વધતા તણાવ વચ્ચે બુધવારે ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 49 પૈસા ઘટીને 75.82 થયો હતો. 
 
સોનાના ભાવમાં આજે ફરી થયો વધારો, જાણો અમદાવાદમાં સોનાનો આજનો ભાવ 
 
ગુજરાતના વિકાસની કરોડરજ્જુ અમદાવાદ છે અને અહી લોકો સોનાના ભાવ અને સોનાની ખરીદીને લઈને હંમેશા સચેત રહે છે. અમદાવાદમાં હીરાનો વેપાર મોટા પાયા પર કરવામાં આવે છે. બીજી બાજુ સોનાની ડિમાંડ પણ અહી ખૂબ વધુ છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ 



 
સોનું 60,000 સુધી પહોંચી શકે છે

તમને જણાવી દઈએ કે જો રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી તણાવમાં આવી સ્થિતિ જોવા મળશે તો સોનાના ભાવમાં વધુ ઉછાળો જોવા મળશે. નિષ્ણાતોનું માનવું છે કે સોનું ટૂંક સમયમાં 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે.
 
જાણો શુ કહે છે એક્સપર્ટ 
 
એચડીએફસી સિક્યોરિટીજ (HDFC Securities)ના વરિષ્ઠ વિશ્લેષક (જિંસ)તપન પટેલે કહ્યુ, "બુધવારે ન્યૂયોર્ક સ્થિત જિંસ એક્સચેંજ કોમેક્સમાં સોનાની હાજર કિમંત મામૂલી ઘટાડા સાથે 1,943 ડૉલર પ્રતિ ઔસ રહી. આ ઘટાડાને કારણે ડૉલરનુ મજબૂત થવુ અને અમેરિકી બ્રાંડ પ્રતિફળનુ વધવુ "