શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 નવેમ્બર 2023 (17:16 IST)

GST દ્વારા ઓક્ટોબરમાં સરકારની રેકોર્ડ કમાણી, કલેક્શન 1.72 લાખ કરોડ પહોચ્યુ

GST એટલે ગુડ્સ એંડ સર્વિસેજ ટેક્સ કલેક્શનમાં ઓક્ટોબરમાં વાર્ષિક આધાર પર 13 ટકા વધીને 1.72 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ છે. આ અત્યાર સુધીનુ બીજુ સૌથી મોટુ જીએસટી કલેક્શનનો આંકડો છે.  જીએસટી કલેક્શનનો સૌથી મોટો આંકડો એપ્રિલ 2023માં જોવા મળ્યો હતો જે 1.87 લાખ કરોડ રૂપિયા પર હતો.  સપ્ટેમ્બર 2023માં જીએસટી કલેક્શન 1.63 લાખ કરોડ રૂપિયા હતુ. ઉલ્લેખનીય છે કે મહિને દર મહિને જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળી રહ્યો છે.    
 
તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર 2023 માટે 1.72 લાખ કરોડ રૂપિયાના GST કલેક્શનમાંથી CGST 30,062 કરોડ રૂપિયા અને SGST 38,171 કરોડ રૂપિયા હતો. જ્યારે IGST કલેક્શન રૂ. 91,315 કરોડ રહ્યું છે. IGSTમાંથી રૂ. 42,873 કરોડ CGST ને અને Rs 36,614 કરોડ એસજીએસટી ને આપવામાં આવ્યા.
 
સરેરાશ GST કલેક્શન રૂ. 1.66 લાખ કરોડે પહોંચ્યું છે
નાણા મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી કે નાણાકીય વર્ષ 2023-24માં વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 11 ટકાનો વધારો થયો છે. તે 1.66 લાખ કરોડ રૂપિયા છે.
 
નાણાકીય વર્ષ 2023-24માં GST સંગ્રહના આંકડા
એપ્રિલ-1,87,035 લાખ કરોડ
મે - રૂ. 1,57,090 લાખ કરોડ
જૂન- રૂ. 1,61,497 લાખ કરોડ
જુલાઈ- રૂ. 1,65,105 લાખ કરોડ
ઓગસ્ટ- 1,59,069 લાખ કરોડ
સપ્ટેમ્બર - રૂ. 1,62,712 લાખ કરોડ
ઓક્ટોબર - રૂ. 1,72,003 લાખ કરોડ