રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (15:25 IST)

ગુજરાત સરકાર વર્ષે પ્રત્યેક મધ્યમ વર્ગના પરિવારને 12 કિલો તૂવેર દાળ આપશે

આજે બુધવારથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે 2.10એ બજેટ શરૂ થયું છે. નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવાનો સરકારનો પ્રયાસ કર્યો છે અને દર વર્ષે પ્રત્યેક પરિવારને 12 કિલો તૂવેર દાળ આપશે જેનો 66 લાખ લોકોને લાભ મળશે. આ ઉપરાંત હવે ગુજરાત સરકાર ગાયો પાળવા માટે એક ગાયે વાર્ષિક રૂ. 10800 આપશે એટલે ખેડૂતને ગાયદીઠ નિભાવ ખર્ચ માટે માસિક રૂ.900 અપાશે. ખેડૂતોને ખુશ કરતો નિર્ણય લઈને પાકવીમા યોજના સરકારે મરજીયાત કરી છે. તેમજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ 7423 કરોડની ફાળવણી કરી છે. ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે 7વાર બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે અને તેઓ 8મી વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કર્યો છે. રાજ્યમાં જીએસટીના કારણે રાજ્યની આવક ઘટના સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.