શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (10:24 IST)

વડોદરામાં બોગસ ટ્રાન્સપોર્ટ કંપની ઉભી કરી 100 કરોડનું GST કૌભાંડ, પિતા-પુત્રની ધરપકડ

વડોદરાના ભેજાબાજ પિતા-પુત્રએ 8 બોગસ ટ્રાન્સપોર્ટ કંપની ઉભી કરીને ટ્રાન્સપોર્ટેશનના બિલો બનાવીને આચરેલુ 100 કરોડ રૂપિયાનું GST કૌભાંડ સુભાનપુરા સી.જી.એસ.ટી.-2એ ઝડપી પાડ્યું છે. સી.જી.એસ.ટી.એ પકડેલા આ કૌંભાડમાં પિતા-પુત્ર પૈકી પુત્રના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે મનમોહન અગ્રવાલ અને નમન મનમોહન અગ્રવાલે 8 બોગસ ટ્રાન્સપોર્ટ કંપની બનાવી હતી. અને તેની વડોદરા, બેંગ્લોર અને મુંબઇમાં બ્રાંચો બતાવી હતી. સી.જી.એસ.ટી. વિભાગને આ પિતા-પુત્ર દ્વારા પોતાના માટે તેમજ અન્ય કંપનીઓના નામે બોગસ બિલો બનાવીને રૂપિયા 15 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપીને સી.જી.એસ.ટી. ચોરીનું કૌભાંડ આચર્યું હોવાની માહિતી સુભાનપુરા ખાતે આવેલી સી.જી.એસ.ટી.-2ને મળી હતી. જેને આધારે તપાસ કરતા પિતા-પુત્ર મનમોહન અગ્રવાલ અને નમન અગ્રવાલનું રૂપિયા 100 કરોડનું કૌંભાડ બહાર આવ્યું હતું. સુભાનપુરા સી.જી.એસ.ટી.-2એ આ કૌંભાડમાં નમન મનમોહન અગ્રવાલની ધરપકડ કરી હતી. અને સ્પેશ્યિલ ચીફ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન હજી ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. તેમ સુભાનપુરા સી.જી.એસ.ટી.-2ના પી.આર.ઓ. નીલેષ હાન્ડોરેએ જણાવ્યું હતુ.