ચાઈનીઝ કંપની શાંઘાઈ ઓટો સાણંદમાં પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા

Last Modified મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (14:10 IST)

કંપની જનરલ મોટર્સ તેના હાલોલના પ્લાન્ટને ચાઇનીઝ મોટર ઉત્પાદક કંપની (એસએઆઇસી)ની શરતોએ વેચી શકશે કે કેમ તે અંગે કોર્પોરેટ જગતમાં ચર્ચા ચાલી છે. બીજી તરફ ચાઇનીઝ કંપનીએ જનરલ મોટર્સને ટેઇક ઓવર કરવામાં જો નિષ્ફળતા મળે તો તેવા સંજોગોમાં ગ્રીનફ્લ્ડિ પ્રોજેક્ટ ઉભો કરવાની દિશામાં પણ વિકલ્પ રાખ્યો હોવાનું બહાર આવ્યું છે. એસએઆઇસીએ જનરલ મોટર્સ સમક્ષ એવી શરત મુકી છે કે, કામદારોની જવાબદારી સિવાય તથા વિવિધ ઓથોરિટીના એનઓસી લાવવામાં આવે તો કંપની ટેઇક ઓવર કરવા વિચારશે. આ માટે જનરલ મોટર્સને પણ ૩૧મી માર્ચ સુધીની અંતિમ મર્યાદા આપી છે. જનરલ મોટર્સ કંપની કાયદાકીય માર્ગે આગળ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. કામદારોને છૂટા કરવાના મુદ્દે તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. આગામી સપ્તાહમાં જનરલ મોટર્સ
દ્વારા ૪૫ દિવસ સુધી કંપની પાસે કામ ન હોવા અંગે જો કોઇ જાહેરાત થાય છેકે
કેમ તે અંગે કામદારો મીટ માંડી રહ્યા છે. કામદારોએ ગુજરાત સરકાર સમક્ષ પોતાની રોજી રોટી ચાલુ રહે તે માટે ધા નાંખી છે. ભૂતકાળમાં ગુજરાતમાં જ મલ્ટીનેશનલ કંપનીઓ સહિત અગ્રણી કંપનીઓએ કરેલા ટેઇક ઓવરમાં પણ કામદારોની જવાબદારી સાથે જ ટેઇક ઓવર કર્યુ છે.જનરલ મોટર્સ એમ્પ્લોઇઝ યુનિયને પણ ચાઇનીઝ કંપનીની શરતને ફગાવવા માટે રજૂઆત કરી છે.


આ પણ વાંચો :