શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 29 ડિસેમ્બર 2018 (12:36 IST)

પાંચમી વખત તારીખ લંબાવાઇ હવે વાહનની HSRP નંબર પ્લેટ ૩૧ જાન્યુઆરી સુધી લગાડી શકાશે

અમદાવાદ સહિત ગુજરાતમાં લાખો વાહનોનેેે એચ.એસ.આર.પી નંબર પ્લેટ લગાડવાની બાકી હોવાથી સરકાર દ્વારા પાંચમી વખત તારીખ લંબાવવામાં આવી છે. જેથી વાહન ચાલકો હવે તા. ૩૧ જાન્યુઆરી સુધી નંબર પ્લેટ લગાડી શકશે.

સર્વાચ્ચ અદાલતના આદેશ મુજબ વાહનને એચ.એસ.આર.પી નંબર પ્લેટ લગાડવી ફરજિયાત છે. તે લગાડવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર હતી પરંતુ અમદાવાદમાં પાંચ લાખ વાહનો સહિત ગુજરાતભરમાં લાખો વાહનોને નંબર પ્લેટ લગાડવાની બાકી હોવાથી વાહન વ્યવહાર વિભાગ દ્વારા પાંચમી વખત નંબર લગાડવાની મુદતમાં વધારો કરીને આગામી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે.

અમદાવાદ એ.આર.ટીઓ, એસ.એ. મોજણીદારના જણાવ્યા મુજબ હાલમાં આરટીઓ તથા આરટીઓ કચેરી દ્વારા અધિકૃત કરેલા વાહનના ડિલરો ત્યાં પણ આ નંબર પ્લેટ લગાડવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત અમદાવાદ શહેરની કોઇપણ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી પોતાની સોસાયટીના વાહનોને નંબર પ્લેટ લગાડવા માંગતા હોય તઓ સોસાયટીના લેટર ુપેડ પર લખીને વાહનોની સંખ્યા લખીને આરટીઓને રજૂઆત કરશે તો આર.ટી.ઓ દ્વારા તેમની સોસાયટીમાં જઇને નંબર પ્લેટ ફીટ કરી આપવાની સગવડ કરવામાં આવશે.

અત્યારે આરટીઓ કચેરીમાં ઓન લાઇન એપોઇમેન્ટ મેળવ્યા બાદ ટુ વ્હીલરને એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાડવાનો ચાર્જ રૃા. ૧૪૦ અને થ્રી વ્હીલરના રૃા. ૧૮૦ છે તેમજ ફોર વ્હીલરના ૪૦૦ તથા હેવી વ્હીલરના ૪૨૦ ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે અધિકૃત કરેલા ડિલરો ત્યાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાડવાની ફીમાં ટુ વ્હીલર- ટ્રેકટરના ટેક્ષ સાથે રૃા. ૨૪૫ અને થ્રી વ્હીલરના રૃા. ૨૮૫ તથા ફોર વ્હીલરના રૃા. ૫૭૭ તેમજ હેવી વ્હીલરના રૃા. ૫૯૭ ચૂકવવાના હોય છે.

અમદાવાદ એઆરટીઓએ વધુમાં જણાવ્યું કે આગામી તા. ૩૧ જાન્યુઆરી બાદ એચ.એસ.આર.પી. નંબર પ્લેટ વગરનું વાહન ચલાવવું મોટર વ્હીલક એકટની કલમ ૧૯૨ હેઠળ દંડને પાત્ર છે. જેથી તા. ૩૧ જાન્યુઆરી બાદ અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુબેશ હાથ ધરવામાં આવશે. જેમાં એચ.એસ.આર.પી નંબર પ્લેટ વગરના વાહનો ચાલકો પાસેથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવસે તે દંડ વસૂલવામાં આવશે.