શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (17:57 IST)

IBPS.in, IBPS Clerk 2018 - બેંકોમાં 7000થી વધુ ભરતી માટે રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અરજી

IBPS Clerk Recruitment 2018:  આઈબીપીએસ (Institute of Banking Personnel Selection - IBPS) કલર્ક ભરતી 2018 (CRP CLERKS-VIII)માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બેકિંગ કાર્મિક પસંદગી સંસ્થાન(આઈબીપીએસ) એ કલર્કના પદ પર 7275 વેકેંસી કાઢી છે. આ વર્ષે કુલ 19 રાષ્ટ્રીયકૃત બેંક આ ભરતી સાથે જોડાશે. ઓનલાઈન અરજીની અંતિમ તારીખ 10 ઓક્ટોબર 2018 છે.  ઈચ્છુક ઉમેદવાર www.ibps.in પર જઈને ઓનલાઈન આવેદન કરી શકે છે. 
 
કોઈપણ વિષ્યમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. વયની ન્યૂનતમ સીમા 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. એસસી/એસટી ઉમેદવારને આયુમાં 5 વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. આયુની ગણતરી 01 સપ્ટેમ્બર 2018થી કરવામાં આવશે. 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારોની પસંદગી પ્રીલિમિનેરી અને મેન્સ એક્ઝામમાં પ્રદર્શનના આધાર પર થશે. પ્રીલિમ્સ એક્ઝામ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં આયોજીત થશે. 
 
પ્રીલિમ્સ એક્ઝામ કૉલ સેંટર નવેમ્બરમાં રજુ થશે. પરીક્ષાઓ ડિસેમ્બર મહિનાની 8, 9, 15 અને  16 તારીખે થશે. 
 
ઓનલાઈન પ્રીલિમ્સ એક્ઝામનુ પરિણામ ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં રજુ કરવામાં આવશે. ઓનલાઈન મેન્સ એક્ઝામ 20 જાન્યુઆરી 2019મા થશે. 
 
અરજી પ્રક્રિયા 
- તમારી ફોટો (4.5cm × 3.5cm), સિગ્નેચર, ઊંધા અંગૂઠાની નિશાન સ્કેન કરીને રાખો. 
- સ્કેન કરેલી હાથ વડે લખેલી ડિક્લેયરેશન 
- SC/ST/PWD/EXSM કેટેગરીના ઉમેદવારો માટે એક્ઝામ ફી 100 રૂપિયા અને ન્ય બધા વર્ગો ના ઉમેદવારો માટે એક્ઝામ ફી 600 રૂપિયા. 
 
-www.ibps.in પર જઈને  COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CLERKS IN PARTICIPATING ORGANISATIONS (CRP CLERKS-VIII)ના લિંક પર ક્લિક કરો.