શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 24 જૂન 2022 (13:19 IST)

અમદાવાદ ખાતે iCreate EVangelise' 22 લોન્ચ, ગુજરાત દેશમાં સૌથી વધુ બેટરી સંચાલિત ટુ-વ્હીલર અપનાવે છે

ભારતના અગ્રણી ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટરે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને CII - COE ફોર ઈનોવેશન સાથે ભાગીદારીમાં, EVangelise' 22 - ભારતની સૌથી મોટી ઇવી ઇનોવેશન ચેલેન્જને ગુજરાત રાજ્ય ઉદ્યોગમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ICreate's EVangelise 2022 નો ઉદ્દેશ ભારતને વૈશ્વિક EV નકશા પર મૂકવાનો છે સાથેજ સ્વચ્છ, ઓછી કિંમતની, નવીન તકનીકો વિકસાવવામાં અગ્રણી તરીકે ઉદ્યોગોની ગંભીર સમસ્યાઓનું નિરાકરણ કરવાનો છે. 
 
EV સબ - કોમ્પોનેન્ટ્સ સેગમેન્ટમાં નવીન પેઢીઓની આગલી પેઢીને ઓળખવા ઉપરાંત, EVangelise 2022, NitiAyog, BPCL, Dassault System India Pvt Ltd , MyBykના ઉદ્યોગ અગ્રણીઓની ભાગીદારી સાથે બેટરી સલામતી અને EV ઈન્ફ્રાસ્ટક્ચરના ક્ષેત્રોમાં ઉકેલો બનાવવાની તકો શોધવાનું કાર્ય કરશે. 
 
મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત એક એવું રાજ્ય છે કે જે દેશમાં સૌથી વધુ બેટરી સંચાલિત ટુ-વ્હીલર અપનાવે છે. જે રાજ્યમાં EV ઉત્પાદનમાં રોકાણ કરવા માટે ઉદ્યોગો માટે એક આદર્શ વાતાવરણ બનાવે છે. તેમ તેઓએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકાર અન્ય રાજ્ય કરતા EVs પર સબસીડીની બમણી રકમ સાથે, માંગને વધુ પ્રોત્સાહન આપી રહી છે. iCreateની EVangelise ઇનોવેશન ચેલેન્જ ઉદ્યોગને સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરશે. 
 
તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, EVangelise'22 એ વ્યક્તિગત સંશોધકો, સ્ટાર્ટઅપ, વિદ્યાર્થીઓ, સંશોધકો અને EV ઉત્સાહીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પડકાર ઉદ્યોગના કેટલાક અગ્રણી ખેલાડીઓની ભાગીદારીનો સાક્ષી બનશે, અને સંશોધકો સાથે તેમના માર્ગદર્શક સમર્થન અને વ્યૂહાત્મક ભાગીદારીની એકબીજા સાથે આપલે કરી વિકાસમાં મદદરૂપ નીવડશે. 
 
મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉધોગપતિઓ સાથે વાર્તાલાપ કરી નવા નવા પ્રતિભાવો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેઓ એ જણાવ્યું હતું કે ઉદ્યોગપતિ અને સંશોધકો જે પણ કંઈ સંશોધન કરે તેમાં પ્રોડક્ટ તૈયાર થયા પછી લોકોને તે મદદરૂપ નીવડશે કે કેમ તે અંગેની ખાસ વિચારણા કરે અને વિકાસની ગતિને વેગ આપતા રહે. આ કાર્યક્રમમાં ICreateના CEO અનુપ જલોટે, સી.આઈ.આઈના ચેરમેન આનંદ દેસાઈ, અને ઈનવેસ્ટ ઇન્ડિયાના CEO દિપક બાગલા ઉપસ્થિત રહ્યા હતા.