બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (17:46 IST)

GST - ચૂંટણી પહેલા નાના વેપારીઓને મોટી રાહત, રજીસ્ટ્રેશનનુ ટેંશન ખતમ

ચૂંટણી પહેલા આજની જીએસટી કાઉંસિલની મુખ્ય બેઠકમાં નાના વેપારીઓને મોટી રાહત મળી છે. જીએસટી કાઉંસિલની બેઠકમાં GST રજિસ્ટ્રેશનનો દાયરો વધારવામાં સહમતિ બની ગઈ છે. હવે 40 લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવર પર રજીસ્ટ્રેશન નહી કરાવવુ પડે.   જીએસતી કાઉંસિલે કંપોઝિશન સ્કીમની સીમા વધારવાની ઔપચારિક મંજુરી આપી દીધી. કંપોઝિશન સ્કીમની સીમા 1.5 કરોડ રૂપિયા કરવાની મંજુરી મળી. સ્કીમ પર ફેરફાર 1 એપ્રિલ 2019થી લાગુ થશે. 
 
ગુરુવારે કાઉન્સિલે જીએસટી રજિસ્ટ્રેશનમાં છૂટ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 20 લાખથી વધારીને રૂ. 40 લાખ સુધીની કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે પહાડી રાજ્યોમાં આ સીમા 10 લાખથી વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ પત્રકાર પરિષદ કરી આ વાતની જાહેરાત કરી હતી. આજે જીએસટી કાઉન્સિલની 32મી બેઠક હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
કંપોઝીશન સ્કીમ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરી દેવામાં આવી છે. કંપોઝીશન સ્કીમ અંર્તગત આવનાર વેપારીઓને દર ત્રિમાસીક ટેક્સ જમા કરાવવો પડશે પરંતુ રિર્ટન વર્ષમાં એક જ વાર ભરી શકશે. જીએસટી કાઉન્સિલના નિર્ણયો 1 એપ્રિલથી લાગુ થશે. કંપોઝીશન સ્કીમ અંર્તગત વેપારીઓ માચે ટેક્સનો દર ફિક્સ રાખવામાં આવશે.
 
આ પહેલા બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે GST કાઉન્સીલથી 75 લાખ રૂપિયા વાર્ષિક વેપાર કરનારા ઉદ્યોગોને GST રજીસ્ટ્રેશનમાંથી છૂટ આપવાનો આગ્રહ કર્યો છે. એ સિવાય મધ્યમવર્ગ માટે બનતા ઘરોમાં GSTના 5 ટકા દાયરાઓમાં લાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.