બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (18:59 IST)

ઈકોનોમીએ પકડી ગતિ, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 8.4 ટકા રહ્યો GDPનો ગ્રોથ

દેશની ઈકોનોમીએ સપ્ટેમ્બર ત્રિમસિકમાં  ગતિ પકડી લીધી છે. તાજા આંકડા બતાવે છે કે જુલાઈ સપ્ટેમ્બરના સમય દરમિયાન બધા ઘરેલુ ઉત્પાદમાં 8.4 ટકાના દરે વૃદ્ધિ થઈ છે.  ગયા વર્ષની સમાન અવધિમાં વિકાસ દર નેગેટિવમાં 7.4 ટકા હતો. બીજી બાજુ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિક એટલે કે જૂન વચ્ચે જીડીપી ગ્રોથ 20.1 ટકા રહી હતી. આ વધારો સંકુચન પછીનો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર ને કારણે જીડીપી નેગેટિવ હતી. આ કારણે જૂન ત્રિમાસિકમાં આટલી મોટી તેજી જોવા મળી. 
 
 
અગાઉ પ્રથમ ત્રિમાસિક ગાળામાં (ક્વાર્ટર 1)માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો વૃદ્ધિ દર રેકોર્ડ 20.1 ટકા હતો. જીડીપીમાં તીવ્ર રિકવરી અર્થતંત્રની ટ્રેન પાટા પર પાછા આવવાના સંકેતો બતાવી રહી છે.  નાણાકીય વર્ષ 20-21 ના પહેલા ક્વાર્ટરમાં GDPમાં 23.9 ટકાનો ઘટાડો થયો હતો. બીજા ક્વાર્ટરમાં GDP 7.5 ટકા ઘટ્યો હતો. જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં GDP 0.4 ટકા હતો. ચોથા ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ)માં GDP વૃદ્ધિ દર 1.6 ટકા નોંધાયો હતો. આમ નાણાકીય વર્ષ 2020-21 માટે GDP વૃદ્ધિ દર -7.3 ટકા રહ્યો હતો.
 
 
તમામ એજન્સીઓએ બીજા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 7  થી 9  ટકાની વચ્ચે રહેવાનું અનુમાન કર્યું હતું. આરબીઆઈએ બીજા ત્રિમાસિક ગાળાની  7.9 ટકા GDP ગ્રોથનું અનુમાન કર્યું હતું. ઇન્ડિયા રેટિંગ્સએ બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 8.3 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું, એજન્સીના જણાવ્યા અનુસાર, જે સમગ્ર નાણાકીય વર્ષમાં 9.4 ટકા જીડીપી વૃદ્ધિ તરફ દોરી શકે છે.આઇસીઆરએ એ નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને 7.9 ટકા કર્યું હતું. આઇસીઆરએના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિને ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોમાં વધેલા વોલ્યુમને ટેકો મળ્યો છે