1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 2 મે 2023 (19:12 IST)

Airline Company of India - ભારતની વધુ એક એરલાઇન કંપની ફરી ડૂબશે? ફ્લાઈટ્સ કેન્સલ થતાં ખળભળાટ

go first
Airline Company of India: GoFirstના CEO કૌશિક ખોનાએ ખુલાસો કર્યો છે કે P&W દ્વારા એન્જિનનો પુરવઠો ન આપવાને કારણે GoFirst નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે, જેના પરિણામે 28 એરક્રાફ્ટનું ગ્રાઉન્ડિંગ થયું છે. GoFirst એ NCLT સમક્ષ સ્વૈચ્છિક નાદારી નિરાકરણની કાર્યવાહી માટે અરજી દાખલ કરી છે.  એરલાઈન્સ વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, GoFirst પાસે હાલમાં કુલ 61 એરક્રાફ્ટ છે, જેમાંથી 56 A320 છે અને 5 A320 CEO છે. મુસાફરોની સંખ્યા ઘટવાને કારણે એરલાઈન્સ ખોટમાં જઈ રહી હતી. તમને જણાવી દઈએ કે ગો ફર્સ્ટ એરલાઈન્સે 3 અને 4 મેની ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. આ માહિતી DGCAને આપવામાં આવી છે. એરલાઈન્સનું કહેવું છે કે ઓઈલ કંપનીઓના બાકી લેણાંની ચૂકવણી ન થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 
કિંગફિશરના માર્ગને અનુસરીને GoFirst
ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ અનુસાર એક ઓઈલ માર્કેટિંગ કંપનીના અધિકારીએ જણાવ્યું કે GoFirst કેશ એન્ડ કેરી મોડ પર કામ કરી રહી છે. એટલે કે, એરલાઈન્સે દરરોજ જેટલી ફ્લાઈટ્સ ઉડાવવાની હોય છે તે પ્રમાણે એવિએશન ફ્યુઅલ માટે ચૂકવણી કરવી પડે છે. આ કારણે, એરલાઇન્સ સંમત થાય છે કે જો ચુકવણી કરવામાં ન આવે તો વેન્ડર બિઝનેસ બંધ કરી શકે છે. એવું લાગે છે કે GoFirst પણ એ જ માર્ગને અનુસરી રહ્યું છે જે કિંગફિશર એક સમયે અનુસરતી હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ગો એર પણ કિંગફિશરના રસ્તે ચાલીને બિઝનેસ બંધ કરશે?
 
ખોટમાં હતી  કંપની
GoFirstએ તાજેતરમાં FY22 માં તેની સૌથી મોટી વાર્ષિક ખોટ પોસ્ટ કરી હતી અને છેલ્લા કેટલાક મહિનામાં ઓપરેશનલ સમસ્યાઓનો સામનો કરી રહી છે કારણ કે તેના અડધા એરક્રાફ્ટ પ્રેટ એન્ડ વ્હિટની (P&W) જેટ એન્જિનને લગતી સપ્લાય ચેઇન દખલગીરીને કારણે ગ્રાઉન્ડ થઈ ગઈ હતી.