શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 16 ઑક્ટોબર 2019 (10:39 IST)

અમદાવાદમાં એકસાથે 16 જગ્યા પર ઇનકમ ટેક્સ વિભાગના દરોડા, 7 કરોડની રોકડ જપ્ત

અમદાવાદમાં ઇનકમ ટેક્સ વિભાગે 16 જગ્યાઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા મોટાભાગના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને ત્યાં પાડવામાં આવ્યા છે. ઇનકમ ટેક્સ વિભાગને દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સની ઓફિસ અને ઘર પર ઇનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. 16 જગ્યાઓ પર પડાવામાં આવેલા દરોડામાં બે જગ્યાઓ પરથી 7 કરોડ રૂપિયાની રોકડ મળી આવ્યા છે. આ ઉપરાંત ઇનકમ ટેક્સ વિભાગને મોટા પ્રમાણમાં સોનાના દાગીના પણ મળી આવ્યા છે. જપ્ત કરેલી કેશ અને દાગીનાને સીઝ કરવામાં આવી છે. ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીએ તેનાથી જોડાયેલા દસ્તાવેજોને સીઝ કરી તપાસ હાથ ધરી છે.
 
તમને જણાવી દઇએ કે, ઇનકમ ટેક્સ વિભાગ દેશના વિવિધ ભાગોમાં દરોડા પાડી રહ્યું છે. તાજેતરમાં જ ઇનકમ ટેક્સ વિભાગે કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરની વિવિધ જગ્યાઓ તથા તેમના ઘર પર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન ટીમને આવક સંબંધિત દસ્તાવેજો મળ્યા, જેને તેમણે જપ્ત કર્યા હતા. આ ઉપરાંત રાજસ્થાનના કોટા જિલ્લામાં વિભાગે શહેરના પાંચ મોટા વેપારીઓને ત્યાં પણ દરોડા પડ્યા હતા.