સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (14:22 IST)

Jioના બે નવા 4G ફીચર ફોન Jiobharat V3 અને V4 લોન્ચ થયા

jio bharat phones
• V3 અને V4 મોબાઈલની કિંમત 1099 રૂપિયા પ્રતિ ફોન રાખવામાં આવી છે.
• 455 થી વધુ લાઈવ ટીવી ઉપલબ્ધ થશે
• માસિક રિચાર્જ માત્ર રૂ. 123 હશે
 
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024માં રિલાયન્સ જિયો ના બે નવા 4G ફીચર ફોન લોન્ચ કર્યા છે. V3 અને V4 બંને 4G ફીચર ફોન છે જે JioBharat સિરીઝ હેઠળ લૉન્ચ કરવામાં આવ્યા છે. નવા મોડલને 1099 રૂપિયાની કિંમતે માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. JioBharat V2 મોડલ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેણે ભારતીય ફીચર ફોન માર્કેટમાં હલચલ મચાવી દીધી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, JioBharat ફીચર ફોન દ્વારા લાખો 2G ગ્રાહકો 4G તરફ વળ્યા છે.
 
આ નવા નેક્સ્ટ જનરેશનના 4G ફીચર ફોન આધુનિક ડિઝાઇન, પાવરફુલ 1000 mAh બેટરી, 128 GB સુધી એક્સપાન્ડેબલ સ્ટોરેજ અને 23 ભારતીય ભાષાઓ માટે સપોર્ટ સાથે આવે છે. JioBharat ફોન માત્ર 123 રૂપિયામાં માસિક રિચાર્જ કરી શકાય છે. જેમાં અનલિમિટેડ વોઈસ કોલ અને 14 જીબી ડેટા પણ મળશે.
 
V3 અને V4 બંને મોડલ Jio-TV, Jio-Cinema, Jio-Pay અને Jio-Chat જેવી કેટલીક શ્રેષ્ઠ પ્રી-લોડેડ એપ્સ સાથે આવશે. 455 થી વધુ લાઈવ ટીવી ચેનલો સાથે મૂવીઝ, વીડિયો અને સ્પોર્ટ્સ કન્ટેન્ટ પણ ગ્રાહકોને એક ક્લિક પર ઉપલબ્ધ થશે. બીજી તરફ JioPay, સીમલેસ પેમેન્ટ ઓફર કરે છે અને JioChat અમર્યાદિત વૉઇસ મેસેજિંગ, ફોટો શેર અને ગ્રુપ ચેટ વિકલ્પો ઑફર કરે છે.
 
Jio Bharat V3 અને V4 ટૂંક સમયમાં જ તમામ મોબાઇલ સ્ટોર્સ તેમજ JioMart અને Amazon પર ઉપલબ્ધ થશે.