નવી દિલ્હી.|
Last Updated:
બુધવાર, 6 જાન્યુઆરી 2016 (15:08 IST)
જો તમે બેંકમાં લોકર એકાઉંટ ખોલવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તેમ છતા તમને તક નથી મળી શકી. તો હવે બેંકમાં લોકર એકાઉંટ ખોલવુ તમારે માટે ખૂબ સરળ બની ગયુ છે. સાર્વજનિક ક્ષેત્રની મુખ્ય બેંક પંજાબ નેશનલ બેંકે આ સર્વિસ ઓનલાઈન શરૂ કરી છે. સાથે જ જો તમે બેંકના કસ્ટમર નથી તો પણ તમે લોકર એકાઉંટ માટે ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો.
શુ છે લોકર એકાઉંટ -
સામાન્ય રીતે બેંકમાં પૈસાની લેવડદેવડનુ કામ વધુ હોય છે. જ્યા કસ્ટમર પૈસા જમા કરે છે અને જરૂર પડે તો કાઢે છે. પણ આ ઉપરાંત પણ બેંક કસ્ટમરને અનેક સુવિદ્યાઓ પુરી પાડે છે. જેમા લોકર એકાઉંટ પણ મુખ્ય છે.
મોટાભાગની બેક આ સગવડ ફક્ત પોતાના રેગ્યુલર કસ્ટમરને આપે છે. જ્યા કસ્ટમર લોકર એકાઉંટ ખોલીને પોતાની જ્વેલરી અને મોંઘા સામાનને મુકે છે. આ માટે તેને બેંકને વર્ષમાં એકવાર ફી પણ આપવાની હોય છે.