ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2021 (12:46 IST)

LPG સિલિન્ડર ફરી મોંઘા; ફેબ્રુઆરીમાં ત્રીજી વખત ભાવમાં વધારો, 21 દિવસમાં 100 રૂપિયા વધારો

પેટ્રોલ અને ડીઝલના આસમાનજનક ભાવો વચ્ચે સામાન્ય માણસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ સ્થાનિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો કર્યો છે. આ પછી સબસિડી વિના 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. આ ભાવ આજે 25 ફેબ્રુઆરી 2021 થી અમલમાં છે. આ મહિનામાં ત્રીજી વખત ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. બિન સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં આજે 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે