ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (10:46 IST)

અમદાવાદની આ લગેજ કંપનીનો રૂ.15 કરોડનો એસએમઇ IPO ખુલશે

અમદાવાદ સ્થિત લગેજ કંપની ગોબલીન ઈન્ડીયા કે જે ભારત અને ફ્રાન્સમાં વ્યાપક હાજરી ધરાવે છે તે રૂ.15 કરોડના એસએમઈ આઈપીઓ સાથે મૂડી બજારમાં પ્રવેશી રહી છે. આ  આઈપીઓ ખૂલવાની કામચલાઉ તા.29મી સપ્ટેમ્બર નક્કી કરાઈ છે અને ભરણું તા.5 ઓકટોબરના રોજ બંધ થશે.
ગોબલીન ઈન્ડીયાનો ઉદ્દેશ રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા અંદાજે રૂ.55થી 60ની  કિંમત વાળા  29.24 લાખ ઈક્વિટી શેર બહાર પાડીને 15 કરોડ ઉભા કરવાનો છે. આશેર્સનું લીસ્ટીંગ બીએસઈ એસએમઈ 
પ્લેટફોર્મ ઉપર કરવામાં આવશે.
અમદાવાદ સ્થિત આ લગેજ કંપની જાહેર ભરણું લઈને આવનાર લગેજ ઉદ્યોગની ત્રીજી કંપની બની રહેશે. આ ભરણાં દ્વારા પ્રાપ્ત થનાર ચોખ્ખી રકમનો ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા માટે અને  વિતરકોની સંખ્યા 300 થી વધારીને 1000 સુધી પહોંચાડવા માટે ઉપયોગ કરવામાં આવશે. કંપનીને જયપુર રગ્ઝના જયપુર સ્થિત ઉદ્યોગપતિ યોગેશ ચૌધરી તરફથી રૂ.1 કરોડનું પ્રિ-ઈન્વેસ્ટમેન્ટ  પ્રાપ્ત થયું છે. ગોબલીન ઈન્ડીયાએ તેના આઈપીઓ  લીડ મેનેજર તરીકે ફાસ્ટ- ટ્રેક ફીનસેકની નિમણુંક કરી છે અને 360 ફાયનાન્સિયલ્સ એલએલપી તેના લીડ એડવાઈઝર છે.
 
ગોબલીન ઈન્ડીયાને છેલ્લા થોડાંક વર્ષમાં ગ્રાહકો તરફથી ઉત્કૃષ્ટ પ્રતિભાવ પ્રાપ્ત થયો છે અને તે ભારતની લોકપ્રિય લગેજ કંપની બની છે. 80 વેન્ડર્સ સાથે સહયોગ ધરાવતી આ કંપનીએ સમગ્ર 
દેશમાં વ્યાપક નેટવર્ક ઉભુ કર્યું છે. આ કંપનીએ ઓનલાઈન બજાર હાંસલ કરવા માટે એમેઝોન અને ફ્લીપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે પણ જોડાણ કર્યું છે.
 
હાલમાં ગોબલીન બેગ્ઝ અને લગેજ એરપોર્ટના એવીએ સ્ટોર્સ ખાતે જોવા મળે છે. તે એવીએ મર્ચન્ડાઈઝિંગ ના તમામ 36 આઉટલેટસ ખાતે ઉપલબ્ધ છે. કંપની અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર 
અને હૈદ્રાબાદમાં આગામી બે વર્ષમાં વિસ્તરણ કરી રહી છે.