શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (11:06 IST)

મહુવા-સુરત ટ્રેનની ફ્રિક્વેન્સી વધી, હવે આ ટ્રેન 20 ઓગસ્ટથી અઠવાડિયામાં 5 દિવસ દોડશે

પ્રવાસીઓની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વેન્સી 20 ઓગસ્ટ, 2021 થી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ દોડશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ-
 
1) ટ્રેન નંબર 09050/09049 મહુવા-સુરત-મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયાના 5 દિવસ)
 
ટ્રેન નંબર 09050 મહુવા - સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ મહુવાથી 19:35 કલાકે ઉપડશે અને અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 02:15/02:35 કલાકનો રહેશે અને બીજા દિવસે 6:35 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 20 ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી મંગળવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવાર ના રોજ અઠવાડિયામાં 5 દિવસ ચાલશે. 
 
તેવી જ રીતે, ટ્રેન નંબર 09049 સુરત - મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન સુરતથી 22:00 કલાકે ઉપડશે અને અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 02:00/02:20 કલાકનો રહેશે અને બીજા દિવસે 9:05 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 21 ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર ના રોજ અઠવાડિયામાં 5 દિવસ ચાલશે.
 
આ ટ્રેન રસ્તામાં રાજુલા, સાવરકુંડલા, ઢસા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ છે.
 
2) ટ્રેન નંબર 09097 સુરત-મહુવા સ્પેશિયલ 19 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સુરતથી 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 4:15 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન માત્ર 1 દિવસ માટે ચાલશે.
 
3) મૂળ ટ્રેન નંબર 12945/12946 (09071/09072 સ્પેશિયલ) સુરત-મહુવા-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 25 ઓગસ્ટ, 2021 થી બંને દિશામાં રદ રહેશે.
 
 આ વિશેષ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી HYPERLINK "http://www.enquiry.indianrail.gov.in/"www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.