શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (11:53 IST)

અમદાવાદઃ પુત્ર બન્યો હેવાન- માતા અને કાકાના મર્ડર કરી બે દિવસ લાશ સાથે રહ્યો

અમદાવાદમાં ડબલ મર્ડર - મણિનગરમાં એક પુત્રએ તેમની માતા અને કાકાના મર્ડર કરી. માતા અને કાકાની મર્ડર પછી પુત્ર સતત બે દિવસ સુધી લાશ સાથે જ રહ્યો. પછી તેનો દિલ પિગળ્તા અને પસ્તાવો થતા તેને પોતે 3 વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો પણ બચી ગયો. 
 
અમદાવાદના ઇસનપુરની સુમન સજની સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં પુત્રએ જ પોતાની માતા તથા કાકાની હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ પુત્ર એટલે કે આરોપી વરુણ પંડ્યાએ પોતે ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, આરોપી પુત્ર બચી ગયો છે. ઇસનપુર પોલીસએ આ મામલે ડબલ મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વરૂણે પોતાના એક સંબંધીને ફોન કરી બોલાવતાં તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ત્યારે સમગ્ર ઘટના અંગે ઈસનપુર પોલીસે વરુણ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.