બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (16:07 IST)

MBA ચા વાળા એ ખરીદી 90 લાખની મર્સડીઝ કાર, ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો Video

MBA chaivala
MBA ચા વાળા નુ નામ તો તમે સાંભળ્યુ જ હશે અને તમે તેના માલિક પ્રફુલ્લ બિલ્લોરેને પણ જાણતા જ હશો. પ્રફુલ્લ બિલ્લોરે એક ફેમ્સસ ઈંટરનેટ સેંસેશન છે. તેમના વીડિયો તમે સોશિયલ મીડિયાના ઘણા બધા પ્લેટપોર્મ પર જોયા હશે.  ઈસ્ટાગ્રામના રિલ્સમાં તેમના મોટિવેશનલ વીડિયો ક્લિપ્સ ખૂબ વાયરલ થાય છે. જો તમે પણ છતા પણ નથી જાણતા તો તેમના વિશે તો થોડુ ઘણુ અમે બતાવી દઈએ છીએ. પ્રફુલ્લ બિલ્લોર  એક MBA ડ્રોપ આઉટ સ્ટુડેંટ રહ્યો છે. તેણે 2017માં IIM અમદાવાદને બહાર  MBA ચા વાળા નામની એક ચા ની દુકાન ખોલી. ત્યારબાદ ક્યારેય તેણે પાછળ વળીને જોયુ નથી. 
 
આજે આખા દેશમાં એમબીએ ચા વાળા નામના અનેક ફુડ જોઈંટ છે. એક સફળ બ્રાંડ ચલાવનારા પ્રફુલ્લ બિલ્લોર એક મોટિવેશનલ સ્પીકર પણ છે. હવે તેમની સફળતામાં એક વધુ નવુ ચેપ્ટર જોડાય ગયુ છે.  તે એ કે પ્રફુલ્લ બિલ્લોરેએ 90 લાખ રૂપિયાની એક નવી લકઝરી મર્સિડીઝ બેંજ Suv ખરીદી છે. પ્રફુલ્લે પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર પોતાની નવી મર્સિડીજ એસયૂવીની ડિલીવરી લેતા એક વીડિયો શેયર કર્યો છે. વીડિયો શેયર કરતા જ તે તરત જ ઈંટરનેટ પર વાયરલ થઈ ગયો. 
 
 'MBA ચા વાળો' મર્સિડીઝ-બેન્ઝ GLE લક્ઝરી SUV ખરીદે છે
પ્રફુલ્લ બિલ્લોરે લક્ઝરી SUVની 300d એડિશન ખરીદી છે. ઇન્સ્ટાગ્રામ રીલની સાથે, પ્રફુલ્લ બિલોરે કેપ્શન લખ્યું - "અમારા તદ્દન નવા મર્સિડીઝ GLE 300d માં તમારી ભાવનાને ઉજાગર કરો અને સ્ટાઇલ અને ગ્રેસ સાથે રસ્તાઓ પર વિજય મેળવો, જે સખત મહેનત અને પ્રેરણાની શક્તિનો પુરાવો છે. જીવનભર ટકી રહે તેવી યાદો બનાવવા માટે તૈયાર છે."
 
આ કાર 7.2 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે
Mercedes-Benz GLE 300d SUVની કિંમત 90 લાખ રૂપિયા છે. મર્સિડીઝ-બેન્ઝ GLE 300d ચાર-સિલિન્ડર અને ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 245 PS અને 500 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. ડીઝલ એન્જિન 9-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. આ કાર 0-100 kmph થી 7.2 સેકન્ડમાં દોડી શકે છે અને તેની ટોપ સ્પીડ 225 kmph છે.