મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 જૂન 2021 (09:56 IST)

મેહુલ ચોક્સીને મોટો ઝટકો, હાલ દિવસ-રાત જેલમાં જ રહેવુ પડશે, ડોમિનિકા હાઈકોર્ટે જામીન ન આપી

પંજાબ નેશનલ બેંક કૌભાડના મુખ્ય આરોપી અને ડોમિનિકાની જેલમાં બંધ ફરાર મેહુલ ચોક્સીને મોટો ઝટકો લાગ્યો છે. ડોમિનિકા હાઇકોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી નામંજૂર કરી છે. સમાચાર એજન્સી એએનઆઈએ સ્થાનિક મીડિયાના હવાલાથી આ માહિતી આપી છે કે હાઈ કોર્ટે કે એ આધાર પર જામીન આપવાની ના પાડી કારણ કે તેના ભાગવાનુ જોખમ છે. 
 
ડોમિનિકા હાઇ કોર્ટે ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી પર સુનાવણી 11 જૂન સુધી મુલતવી રાખી હતી.. મેજિસ્ટ્રેટ દ્વારાજામીન અરજી નામંજૂર કર્યા બાદ ચોક્સીએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ચોક્સીના સ્થાનીક વકીલોના દળે આ અરજી દાખલ કરી હતી. 
 
મીડિયા અહેવાલો અનુસાર, સરકાર પક્ષના વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો અને કહ્યુ કે ચોક્સી દેશ છોડીને ભાગી શકે છે. જ્યારબાદ ન્યાયાધીશે મામલા પર સુનાવની 11 જૂન સુધી સ્થગિત કરી દીધી. હાઈકોર્ટે ન્યાયાલય ચોક્સી વઇધિક દળની તરફથી દાખલ બંદી પ્રત્યક્ષીકરણ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા અને તેની સુનાવણી પણ સ્થગિત કરી દેવામાં આવી. 
 
ઉલ્લેખનીય છે કે અગાઉ 23 મે ના રોજ ચોક્સી એંટીગુઆ અને બારબુડાથી રહસ્યમયી પરિસ્થિતિમાં લાપતા થઈ ગયા હતા અને  પડોશી દેશ ડો,ઇનિકામા ગેરકાયદેસર પ્રવેશ કરવા પર પકડાયો હતો. તેના પર ગેરકાયદેસર પ્રવેશનો આરોપ છે. તે વર્ષ 2018થી જ એંટીગુઆમા નાગરિકના રૂપમાં રહી રહ્યો છે  જો કે મેહુલના વકીલનો આરોપ છે કે તેનુ અપહરણ કરીને ડોમિનિકા લઈ જવામાં આવ્યો છે.